News Updates
NATIONAL

ઉનાળામાં વધુ પડતી ગરમીમાં કરો જાંબુનું સેવન, મળશે અનેક સ્વાસ્થ્ય ફાયદા

Spread the love

જાંબુ Java Plum તરીકે પણ ઓળખવામાં આવે છે. જાંબુમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે, કાળા જાંબુમાં એન્ટી ઓક્સિડન્ટ, કેલ્શિયમ, ફોસ્ફરોસ અને ફ્લેવોનોઇડ સ્ત્રોત પ્રચુર માત્રામાં સમાયેલા છે. જે શરીર માટે ફાયદાકારક હોય છે.

ઉનાળામાં વધુ પડતી ગરમીને કારણ ડિહાઇડ્રેશનની તકલીફ વધી જતી હોય છે.આવી સ્થિતીમાં કાળા જાંબુ ડિહાઇડ્રેશનથી બચાવવાની સાથે સાથેઘણી બીમારીઓના જોખમને ઓછું કરવામાં લાભદાયક માનવામાં આવે છે.કાળા જાંબુમાં એન્ટી ઓક્સિડન્ટ, કેલ્શિયમ, ફોસ્ફરોસ અને ફ્લેવોનોઇડ સ્ત્રોત પ્રચુર માત્રામાં સમાયેલા છે. જે શરીર માટે ફાયદાકારક હોય છે.

હેમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે -કાળા જાંબુમાં વિટામિન-સી અને આર્યન ભરપપર માત્રામાં સમાયેલા છે. જેનું સેવન કરવાથી હેમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને રક્તને સાફ કરવામાં સહાયક હોયછે. તેમજ રક્તને શુદ્ધ કરવામાં મોટો ભાગ ભજવે છે. આર્યનની ઊણપ અને એનીમિયાથી પીડાતા લોકો જાંબુનું સેવન વિશેષ લાભ કરે છે.

ટાઇપ ટુ ડાયાબિટીસ- જાંબુમાં સમાયેલા પોષક તત્વ અને અન્ટીઓક્સીડન્ટસ ટાઇપ ટુ ડાયાબિટીસના દરદીઓને રાહત આપે છે. તેનું સેવન બ્લડ સુગરના સ્તરને કન્ટ્રોલમા રાખવા માટે મદદ કરે છે.

હૃદય રોગમાં ફાયદાકારક- જાંબુમાં પોટેશિયમની ભરપુર માત્રા સમાયેલી હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખવમાં મદદ કરે છે. ૧૦૦ ગ્રામ જાંબુમાં ૫૫ મિલીગ્રામ પોટેશિયમ હોય છે. હાઇબ્લડ પ્રેશર, હૃદય રોગ એ સ્ટ્રોકજેવી હીમારીને દૂર રાખવામાં આ ફળનું સેવન ફાયદાકારક છે.

ડાયેરિયા- ડાયેરિયા જેવી તકલીફમાં જાંબુને સિંધવ સાથે ખાવાથી રાહત થાય છે.

દાંત-પેઢા- દાંત અને પેઢા સાથે જોડાયેલી સમસયામાં જાંબુના બિયાં અસરકારક છે. તેને સુકવીને તેનો પાવડર બનાવીને તેનું મંજન કરવાથી રાહત થાય છે.

ત્વચા માટે લાભકારી- જાંબુમાં વિટામિન સી સમાયેલું હોય છે, જે ત્વચાને નિખારે છે.તેમાં એન્ટી એજિંગ તત્વ પણ સમાયેલું હોય છે

જાંબુનું સેવન પાચન માટે ફાયદાકારક છે- તેમાં સમાયેલ વિટામિન એ અને સી શરીરને ડિટોક્સીફાઇ કરીને પાચન કરવામાં સહાયક છે. આંતરડામાં સોજા, કબજિયાત અને ગેસ જેવી તકલીફોને ઓછી કરે છે.


Spread the love

Related posts

Election 2024:રાજનીતિમાં ‘ક્વીન” બની કંગના રનૌત બોલિવુડની ક્વિન બાદ,મંડીના લોકોનો આભાર માન્યો

Team News Updates

2014માં જાહેરાત થઈ,  કેપિટલ બનાવવામાં 25,000 કરોડનો ખર્ચ,  સત્તાવાર રાજધાની બનશે 12 જૂનથી અમરાવતી આંધ્રની

Team News Updates

ભાજપ ધરાતું જ નથી, ખડગેના PM પર આકરા પ્રહાર, મોદીએ કહ્યું- લોકો સામેથી અમારી સાથે જોડાવવા ઇચ્છે તો શું કરવું?

Team News Updates