News Updates
BUSINESS

Jioએ ભારતમાં સૌથી સસ્તું ટ્રેકિંગ ડિવાઇસ કર્યું લોન્ચ:Appleના AirTag કરતાં Jio Tag 4 ગણું છે સસ્તું, કિંમત ફક્ત 749 રૂપિયા

Spread the love

ટેલિકોમ કંપની Jioએ ભારતમાં સૌથી સસ્તું બ્લૂટૂથ ટ્રેકિંગ ડિવાઇસ JioTag લોન્ચ કર્યું છે. ડિવાઇસ કંપનીની સત્તાવાર વેબસાઇટ પર 2,199 રૂપિયામાં લિસ્ટેડ છે.

બાયર્સ તેને લોન્ચિંગ ઓફરમાં રૂ.749માં ખરીદી શકે છે. Jio Tag Jio.com તેમજ Reliance Digital અને Jio Mart પરથી ખરીદી શકાય છે. કંપની આ ડિવાઇસની સાથે એક વર્ષની મેન્યુફેક્ચરિંગ વોરંટી ઓફર કરી રહી છે.

કંપનીએ આ ડિવાઇસને Appleના AirTag અને Samsung SmartTag સાથે સ્પર્ધામાં લાવ્યું છે. ડિવાઇસને Jio કોમ્યુનિટી ફાઇન્ડ ફીચર સપોર્ટ સાથે રજૂ કરવામાં આવ્યું છે. JioTag એ Apple AirTag અને Samsung SmartTag જેવું જ કામ કરે છે. યુઝર્સ તેને બ્લૂટૂથ કનેક્ટિવિટી દ્વારા સ્માર્ટફોન સાથે જોડી શકે છે અને તે આઇટમને ટ્રેક કરવામાં મદદ કરે છે જેની સાથે ટ્રેકર જોડાયેલ છે.

JioTag ના સ્પેસિફિકેશન અને સુવિધાઓ
JioTag માં બદલી શકાય તેવી CR2032 બેટરી છે, જેની લાઈફ એક વર્ષ સુધી છે. ડિવાઇસ Bluetooth v5.1 નો ઉપયોગ કરીને યુઝર્સના સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. આઇટમને ટ્રેક કરવા માટે યુઝર્સ તેને પોતાના વોલેટ, હેન્ડબેગ અથવા અન્ય કોઇ અંગત વસ્તુમાં રાખી શકે છે. કેબલ તેની સાથે આવે છે, જે અન્ય ડિવાઇસ અથવા વસ્તુઓમાં ટ્રેકરને ઉમેરવાનું સરળ બનાવે છે.

ઉપકરણ ઘરની અંદર 20 મીટર અને બહાર 50 મીટર સુધીનું ટ્રેકિંગ અંતર પ્રદાન કરે છે. JioTag નો વેટ 9.5 ગ્રામ છે. નિયમિત ઉપયોગની વસ્તુઓ શોધવા ઉપરાંત, ટ્રેકર યુઝર્સના સ્માર્ટફોનને ટ્રેક કરી શકે છે. JioTag ને બે વાર ટેપ કરવાથી ફોન સાયલન્ટ મોડમાં હોય ત્યારે પણ ફોનની રિંગ વાગે છે.

JioTag: કોમ્યુનિટી ફાઇન્ડ ફીચર
Jio કોમ્યુનિટી ફાઇન્ડ ફીચર આ નવા લોન્ચ થયેલ બ્લૂટૂથ ટ્રેકર દ્વારા સપોર્ટેડ છે. એટલે કે, જ્યારે યુઝર્સ છેલ્લે ડિસ્કનેક્ટ થયેલ સ્થાન પર કનેક્ટેડ ડિવાઇસને શોધવામાં અસમર્થ હોય, ત્યારે તેઓ તેમના સ્માર્ટફોન પર JioThings એપ્લિકેશન પર તેમના JioTagને ખોવાયેલા ડિવાઇસને લિસ્ટેડ કરી શકે છે અને કમ્યુનિટી ફાઉન્ડ ફીચર ખોવાયેલા JioTagના સ્થાન માટે સર્ચ કરશે અને રિપોર્ટ પણ કરશે.


Spread the love

Related posts

પેટીએમ માટે એક સાંધતા તેર તૂટે જેવો ઘાટ! RBI એ રાહત આપી તો બીજી તરફ વરિષ્ઠ અધિકારીના ઘરે સીબીઆઈના દરોડા પડ્યા

Team News Updates

સેન્સેક્સ-નિફ્ટીએ બનાવ્યો રેકોર્ડ; US ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં કરેલા ઘટાડાના સમાચારની ભારતીય શેરબજારમાં અસર

Team News Updates

આ ફૂલની ખેતી કરીને ખેડૂતો બનશે માલામાલ, 1 વીઘામાંથી થઈ શકે 9 લાખ રૂપિયા સુધીની કમાણી

Team News Updates