News Updates
GIR-SOMNATHGUJARAT

ભીડીયા સમસ્ત ખારવા સમાજના ૨૦માં સમૂહલગ્નનું આયોજન, ચાર તબક્કમાં ૫૮ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે

Spread the love

પ્રથમ દિવસે યુગલોને આશીર્વાદ આપવા મહંતો, પૂર્વ ધારાસભ્ય અને આગેવાનો ઉપસ્થિત રહ્યા

વેરાવળના ભીડિયા સમસ્ત ખારવા સમાજના ૨૦માં સમૂહલગ્ન નું આયોજન રામદેવજી મંદિરના પટાંગણમાં કરવામાં આવ્યું હતું.આ તકે ચાર દિવસોમાં તબક્કાવાર ૫૮ યુગલો પ્રભુતામાં પગલાં પાડશે.

પ્રથમ દિવસે ૧૧ નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે ખાસ મહંત બજરંગદાસબાપુ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભીડિયા સમસ્ત ખારવા સમાજના પટેલ હરિલાલ ડાલકી, ઉપપટેલ જગદીશભાઈ પાંજરી અને રમેશભાઈ ગોહેલ,ભીડિયા ખારવા બોટ એસો.ના પ્રમુખ રમેશભાઇ ડાલકી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ કોટિયા અને પ્રેમજીભાઈ ડાલકી,વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકાના પાણી પુરવઠાના ચેરમેન અને ઉપપ્રમુખ પરેશભાઈ કોટિયા તેમજ ભીડિયા સમસ્ત ખારવા સમાજ હોડી એસો. ના પટેલ રતિલાલ ગોહેલ અને તેમની ટીમ તથા પંચસભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)


Spread the love

Related posts

VIRAL VIDEO:સૌરાષ્ટ્રમાં ST બસનાં HOTEL STOP પર કોનું તગડું સેટીંગ??

Team News Updates

આવતી કાલથી શરૂ થશે જયા પાર્વતી, જાણો 5 દિવસ સુધી ચાલનારા આ વ્રતની તિથિ, મુહૂર્ત, મહત્વ

Team News Updates

Mehsana:એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું મહેસાણા પાસે ,ત્રણને ઈજા

Team News Updates