સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક દ્વારા લોકોના સ્વસ્થ્યને અનુલક્ષીને પ્રશ્નો રજૂ કરાયા
ગીર સોમનાથ જિલ્લા રોગી સમિતિની બેઠક પ્રાંત કચેરી ખાતે મળેલ હતી. જેમાં લોકોના વિવિધ પડતર પ્રશ્નો અંગે સોમનાથ ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના ઉપદંડક વિમલભાઈ ચૂડાસમા દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી. જેમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના અપંગ અને ગરીબ વર્ગના લોકો કે જે સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે અવાર-નવાર સારવાર માટે આવતા હોય છે ત્યારે જે તે વિભાગના ડોક્ટર હાજર હોતા નથી જેના કારણે સમગ્ર જિલ્લાના માટે અપંગ લોકોને ખુબજ અગવળતા પડે છે. વેરાવળ સિવિલ હોસ્પિટલ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક ખાતે આવેલ એકમાત્ર હોસ્પિટલ છે .
ત્યારે જિલ્લાના મુખ્ય મથક ઉપર જ ડોક્ટરની બેદરકારીના કારણે રોજ-બરોજ ઘણા લોકો ધક્કાઑ ખાય છે, જે પરિસ્થિતીને અનુલક્ષીને જિલ્લા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને સૂચના આપવામાં આવેલ તેમજ વેરાવળ સિવિલ હોસ્પીટલમાં ગાયનેક ડોક્ટર રેગ્યુલર હોતા નથી અને જેના કારણે પણ રોજ બરોજ લોકોને અગવળતા ભોગવવી પડે છે અને પ્રાઈવેટ હોસ્પીટલમાં જવું પડતું હોય છે.
જે ડોક્ટર પણ રેગ્યુલર હોસ્પીટલમાં રહે તેવા હેતુથી સૂચના આપવામાં આવેલ.પ્રભાસ પાટણ ખાતે આવેલ પી.એચ.સી. સેન્ટરમાં પણ ધારાસભ્યની ગ્રાન્ટમાથી એમ્બ્યુલન્સ ફાળવેલ જે એમ્બ્યુલન્સને ફરતે નુકશાન થયેલ હોવાના દ્રશ્યો જોવા મળેલ તેમજ એમ્યુલન્સનો ઉપયોગ ન થતો હોવાની રજૂઆતો મળેલ જે અન્વયે ધારાસભ્યએ જણાવેલ કે ગ્રાન્ટએ સરકારી પૈસ છે અને લોકોને ઈમરજન્સી સેવા માટે ફાળવેલ એમ્યુલન્સ છે જેમાં સ્થાનિક ડોકટરને કોઈ ફેરફાર કે ચારા કરવાનો અધિકાર હોતો નથી. લોકની જરૂરિયાતને અનુલક્ષીને એમ્બ્યુલન્સ આપવાની હોય છે જે અંગે પણ સૂચનાઓ આપેલ હતી.વધુમાં હાલ ચોમાસાની સિઝન નજીક હોય ત્યારે લોકોના આરોગ્યને અનુલક્ષીને રોગચાળો ન ફેલાય તેવા હેતુથી પ્રિ-મોનસૂન કામગીરી કરવા પણ આ રોગી કલ્યાણ સમિતિની બેઠક દરમિયાન જે તે વિભાગના અધિકારીઓને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપેલ હોવાનું એક યાદીમાં જણાવેલ હતું.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)