News Updates
ENTERTAINMENT

સૈફ અલી ખાને રાવણ બની લીધો પાયથોન મસાજ:ખરાબ વીએફએક્સ માટે ‘આદિપુરુષ’ ફિલ્મને ટ્રોલ કરવામાં આવી, યુઝર્સે ફિલ્મ જોયા બાદ કહ્યું,’પૈસા પરત કરો’

Spread the love

પ્રભાસ, ક્રિતી સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ તેના નબળા VFX અને તેના કેટલાક ડાયલોગ્સ માટે રિલીઝ થયા બાદ ટ્રોલ કરવામાં આવી છે.

આ દરમિયાન ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવી રહેલા સૈફ અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે અજગરની વચ્ચે જોવા મળે છે . આ જોયા પછી ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ રામાયણ પર બનેલી આ ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

વીડિયોમાં રાવણ એટલે કે સૈફ અજગરની વચ્ચે જોવા મળ્યો, અને અજગર તેની ઉપર સરકતો જોવા મળી રહ્યો છે. સૈફનો પાઈથોન મસાજ કરાવતો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ચાહકોએ પૈસા પાછા માંગ્યા
આ ફિલ્મ જોયા બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવી છે. આ વીડિયોને શેર કરતા એક યુઝરે ટ્વિટર પર લખ્યું, ‘ચલો યે વાલા મસાજ ભી દેખ લો, અજગર મસાજ ઓમ રાઉત દ્વારા પ્રાયોજિત’. બીજાએ લખ્યું, ‘મારે મારા પૈસા પાછા જોઈએ છે’. તો ત્રીજાએ લખ્યું, ‘ડિઝાસ્ટર મૂવી’. ફેન્સ સોશિયલ મીડિયા પર ફની મીમ્સ શેર કરી રહ્યા છે.

આ ફિલ્મ 650 કરોડના બજેટમાં બની છે.
ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ‘આદિપુરુષ’નું કુલ બજેટ 650 કરોડની આસપાસ છે. આ ફિલ્મ લગભગ 6500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ‘આદિપુરુષ’ પ્રથમ દિવસે કેટલી કમાણી કરશે તે અંગે અનેક અટકળો ચાલી રહી હતી. પ્રથમ દિવસે જ ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ભારે ભીડ ઉમટી હતી. જોકે, પહેલા દિવસના રિવ્યુ સાંભળ્યા બાદ લાગે છે કે ફિલ્મ આવનારા સમયમાં વધુ કમાણી કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે, પ્રભાસે ભગવાન રામનો રોલ કર્યો છે, ક્રિતી સેનને માતા સીતાનો રોલ કર્યો છે અને સની સિંહે ‘આદિપુરુષ’માં લક્ષ્મણનો રોલ કર્યો છે.


Spread the love

Related posts

દુલીપ ટ્રોફી ક્વાર્ટર ફાઈનલ:નોર્થ ઝોને 540 રન બનાવ્યા, 3 ખેલાડીઓએ સદી ફટકારી; સેન્ટ્રલ ઝોનની 124 રનની લીડ

Team News Updates

અભિષેકે બચ્ચન અટકને લઈને કહી દીધી મોટી વાત:ઐશ્વર્યા પણ આરાધ્યાને આપે છે આ સલાહ, 11 વર્ષની દીકરી 25 વર્ષ જેટલી સમજદાર થઇ ચુકી છે

Team News Updates

 શું તમે જાણો છો ઓસ્કારની ટ્રોફીમાં કોની મૂર્તિ હોય છે, ટ્રોફી બનાવવા કેટલો સમય લાગે છે જાણો

Team News Updates