ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી અલવિદા કહી ચૂક્યો છે, પરંતુ આજે પણ તે ક્રિકેટની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે રમતો હતો પરંતુ આ વખતે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ધોનીની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ કેપ્ટન અને વિકેટકીપરના રુપમાં થતી હતી. ધોનીએ ભારતીય ટીમમાં રહેતા મોટું નામ કમાય ચુક્યો છે. એટલે જ તો આજે પણ માહીને ક્રિકેટના મેદાનમાં રમતો જોઈ ખુબ ખુશ થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, લાખો લોકોના દિલ જીતનારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધોની કહી રહ્યો છે કે, હું પણ એક વખત ખુબ રડ્યો હતો.
આઈપીએલ 2024માં 42 વર્ષની ઉંમરે પણ ધોનીની ફિટનેસ શાનદાર જોવા મળી રહી છે. કારણ કે, તેને જે પ્રમાણે કેચ લીધો છે. તે જોઈ યુવા ખેલાડીઓ પણ મોંઢામાં આંગળા નાંખી ગયા છે.
2015માં મે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો તે દરમિયાન હું રડ્યો હતો, હું ડ્રેસિંગ રુમમાં રડ્યો હતો કારણ કે, મેચ હારી ગયા હતા અને અમે ખુબ ક્લોઝ મેચ હાર્યા હતા અને આ મારી છેલ્લી મેચ હતી. મહેન્દ્ર સિંહ ધોનીની આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલની સૌથી સફળ ટીમમાંથી એક છે. ટીમે અત્યારસુધી 5 વખત ખિતાબ પોતાને નામ કર્યાછે છેલ્લું ટાઈટલ 2023માં જીત્યું હતુ.
તમને જણાવી દઈએ કે, આ સીઝન શરુ થતાં પહેલા ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેમણે ઋતુરાજ ગાયકવાડને ટીમની કમાન સોંપી હતી અને આખી ટીમ શાનદાર પ્રદર્શન પણ કરી રહી છે. ધોની ઋતુરાજ ગાયકવાડને મદદ પણ કરી રહ્યો છે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી સીઝન હોય શકે છે.
મહેન્દ્ર સિંહ ધોની 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતુ. ધોનીએ ભારતને 3 આઈસીસી ટ્રોફી જીતાડનારો એકમાત્ર કેપ્ટન છે. હાલમાં ધોની આઈપીએલ 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાંથી રમે છે.