News Updates
ENTERTAINMENT

 GUJARATI CINEMA:‘તું મારો દરિયો ને કાંઠોએ તુ’ ગીત આવી રહ્યું છે,ગુજરાતી ગીતમાં કરી બોલિવુડ ગાયક બી પ્રાકે એન્ટ્રી 

Spread the love

ફિલ્મનું શૂટિંગ ગુજરાતના પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. KP અને UD મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલી ફિલ્મના નિર્માતા તરીકે કલ્પેશ પલણ અને ઉદયરાજ શેખવા પહેલીવાર સાથે આવ્યા છે.

આપણે જોયું કે, થોડા સમયથી લોકો ગુજરાતી ફિલ્મ તરફ આકર્ષાયા છે. તેમજ ગુજરાતી ફિલ્મ પ્રત્યેનો પ્રેમ પણ ખુબ જોવા મળી રહ્યો હોય, કસુંબો ફિલ્મ હોય કે પછી સમંદર ફિલ્મ હોય આ ફિલ્મ ચાહકોને થિયેટર સુધી લઈ આવી રહી છે. ગુજરાતી ફિલ્મોને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.

અભિનેતા મયુર ચૌહાણ અને જગતજીતસિંહ વાથેરની ગુજરાતી ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ સમંદર ચાહકોને ખુબ પસંદ આવી રહી છે. સાથે તમને એ પણ જણાવી દઈએ કે. બોલિવુડ ગાયક બી પ્રાક પણ એક ગુજરાતી ગીત ગાતા જોવા મળ્યો છે. જેના પર લાખો લોકોએ રિલ બનાવી નાંખી છે. આ ગીતને ખુબ પસંદ પણ કરવામાં આવી રહ્યું છે.

સમંદર એ 2024નું ગુજરાતી ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન વિશાલ વડાવાલા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મયુર ચૌહાણ જગજીતસિંહ વાઢેર અને અન્ય લોકો પણ સામેલ છે. ગુજરાતી ફિલમ સંમદરની સ્ટોરીની વાત કરીએ તો બે મિત્રોની સ્ટોરી છે, તમને આ ફિલ્મમાં ડાયલોગ પણ ખુબ ગમશે.

ફિલ્મનું શૂટિંગ ગુજરાતના પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. ગુજરાતી ફિલ્મ સમંદરના બધા ગીતો ભાર્ગવ પુરોહિત દ્વારા લખાયેલા છે, તમામ સંગીત કેદાર અને ભાર્ગવે કમ્પોઝ કર્યું છે.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં કુલ 4 ગીત છે. જેમાં “માર હલેસા”, દિલના દરિયામાં,સાવજ ના ઠેકાના” અને છેલ્લું ગીત તું મારો દરિયોને આ ગીત બોલિવુડ ગાયક બી પ્રાકનું ગીત સૌ કોઈને પસંદ આવી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ સમંદરમાં આપણે સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ઉદય તરીકે મયુર ચૌહાણ,સલમાન તરીકે જગજીતસિંહ વાઢેર,ધર્મેન્દ્ર ગોહિલ,દીક્ષા જોષી,રીવા રાચ્છ,ચેતન ધાનાણી,મયુર સોનેજી,કલ્પના,ગાગડેકર,ધારા ત્રિવેદી,નિલેશ પરમાર,અક્ષય મહેતા,ધૈર્ય ઠક્કર,તીર્થ ઠક્કર જેવા કલાકારો સામેલ છે.

આ ફિલ્મ 17 મેના રોજ રિલીઝ થઈ ચુક્યું છે.તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં જામજોધપુરના એક નાનકડા ગામનો સોશિયલ મીડિયા સ્ટાર જીગર કરંગીયા પણ અભિનય કરતો જોવા મળ્યો છે. જેમણે આ ફિલ્મમાં બાળ કલાકાર બીજલો તરીકે અભિનય કર્યો છે.


Spread the love

Related posts

 OVER POWER:PMને આપ્યું “NAMO OP” નામ,ગેમિંગના શોર્ટ કોડની જેમ ગેમર્સે

Team News Updates

અનન્યા પાંડે ઓફ શોલ્ડર ગાઉનમાં ગોર્જિયસ અંદાજ, કાર્તિક આર્યન જીમની બહાર જોવા મળ્યો

Team News Updates

એક T20 મેચમાં 32 સિક્સર, 450થી વધુ રન, 48 બોલમાં ધુંઆધાર સદી

Team News Updates