ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળમાં શરુ થઈ રહેલી 100મી ટેસ્ટ મેચ અશ્વિનના ટેસ્ટ કરિયરની 100મી ટેસ્ટ મેચ છે. આ ઉપલબ્ધિ મેળવનાર ભારતનો 14મો ખેલાડી છે. અશ્વિને પોતાના 99 ટેસ્ટમાં 507 વિકેટ લીધી છે.
ધર્મશાળા ટેસ્ટમાં અશ્વિનની ટેસ્ટ સદી એટલે કે આજે 100મી ટેસ્ટ મેચ છે. આ સફળતા મેળવનાર અશ્વિન ભારતનો 14મો ખેલાડી છે. સાથે આ લિસ્ટમાં ભારત ત્રીજા સ્થાન પર છે. જેના સૌથી વધુ ખેલાડીઓએ 100 ટેસ્ટ મેચ રમી છે. ઈંગ્લેન્ડ 17 અને ઓસ્ટ્રેલિયાના 100 ટેસ્ટ મેચ રમનાર ખેલાડીઓની સંખ્યા પંદર છે. જે ભારતથી આગળ છે.
100મી ટેસ્ટ મેચ રમતા જ અશ્વિને ઈતિહાસ રચી દીધો છે. ભલે તે 100મી ટેસ્ટ મેચ રમનારો 14મો ખેલાડી બન્યો પરંતુ એક રેકોર્ડ પણકર્યો છે.100 ટેસ્ટ રમનારો ભારતનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે.
આર અશ્વિને 37 વર્ષ 172 દિવસ, સૌરવ ગાંગુલી 35 વર્ષ 171 દિવસ, સુનીલ ગાવસ્કર 35 વર્ષ 99 વર્ષ, અનિલ કુંબલે 35 વર્ષ 62 દિવસ અને ચેતેશ્વર પુજારા 35 વર્ષ 23 દિવસ છે.
જ્યાં સુધી 100મી ટેસ્ટ પહેલા અશ્વિનના પ્રદર્શનની વાત કરીએ તો તેમણે 99 મેચમાં 23.91ની સરેરાશથી 507 વિકેટ લીધી છે. જેમાં 35 વખત 5 થી વધુ વિકેટ લેવાનું કામ કર્યું છે. તે મુથૈયા મુરલીધરન બાદ માત્ર બીજો એવો બોલર છે જેના નામે પોતાના 100મી ટેસ્ટ મેચ રમતા પહેલા 500થી વધુ વિકેટ લીધી હોય.
અશ્વિનની 100મી ટેસ્ટ દરમિયાન તેમની પત્ની પ્રીતિ અને બંન્ને દિકરીઓ પણ સ્ટેડિયમમાં હાજર રહી હતી. અશ્વિનની 100મી ટેસ્ટ કેપ ખાસ રીતે પેક કરી રાખવામાં આવી હતી. આ દરમિયાન પત્ની ભાવુક થઈ હતી.
અશ્વિનનું ટેસ્ટ ડેબ્યુ વર્ષ 2011માં થયું હતુ. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ નવેમ્બરના પહેલા વીકમાં ટેસ્ટ મેચમાં અશ્વિને ડેબ્યુ કેપ સચિન તેંડુલકરે આપી હતી. ડેબ્યુ પર કુલ 9 વિકેટ લઈ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. 100મી ટેસ્ટ મેચ તેમને રાહુલ દ્રવિડે આપી હતી.