News Updates
ENTERTAINMENT

બે મિનિટની એડમાં આમિર 7 પાત્રોમાં જોવા મળ્યો:ફેન્સે કહ્યું, ‘એડમાં પણ ફિલ્મ જેવું પરફેક્શન’, 16 વર્ષ પછી દર્શિલ અભિનેતા સાથે જોવા મળશે

Spread the love

‘તારે જમીન પર’ ફેમ અભિનેતા દર્શિલ સફારીએ ત્રણ દિવસ પહેલા આમિર ખાન સાથેનો એક ફોટો શેર કર્યો હતો. જેને શેર કરતી વખતે દર્શીલે કહ્યું હતું કે તે 16 વર્ષ પછી ફરી આમિર સાથે જોવા મળશે. જો કે, દર્શીલે આ પ્રોજેક્ટ વિશે કોઈ માહિતી શેર કરી નથી. હવે ગુરુવારે દર્શીલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. તે આમિર સાથે એનર્જી ડ્રિંકની જાહેરાતમાં જોવા મળે છે.

આમિર 7 પાત્રોમાં જોવા મળ્યો હતો
jજેને શેર કરતા દર્શીલે લખ્યું, ‘આમીર ખાન એડવેન્ચર જર્ની પર જઈ રહ્યો છે. તેમની સાથે જોડાઓ. આ વીડિયોમાં આમિર દર્શિલના દાદાના રોલમાં જોવા મળી રહ્યો છે. 2 મિનિટની આ જાહેરાતમાં તેણે 7 અલગ-અલગ પાત્રો ભજવ્યા છે.

ચાહકોએ ખૂબ વખાણ કર્યા
આ વીડિયો જોઈને આમિરના ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘ફક્ત આમિર જ એડમાં પણ ફિલ્મ જેવું પરફેક્શન લાવી શકે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આમિરની જાહેરાતો હંમેશા અમારા માટે શોર્ટ ફિલ્મ જેવી હોય છે.’

એવું માનવામાં આવતું હતું કે ‘સિતારે જમીન પર’ને લઈને કોઈ જાહેરાત થશે.
અગાઉ એવું માનવામાં આવતું હતું કે દર્શિલ અને આમિર અભિનેતાની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’માં સાથે જોવા મળી શકે છે. જો કે, આવું બન્યું ન હતું. આમિર આ દિવસોમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આમિર ‘સિતારે જમીન પર’થી દોઢ વર્ષના બ્રેક બાદ એક્ટિંગમાં કમબેક કરશે.


Spread the love

Related posts

અમ્પાયરે આઉટ આપ્યા બાદ ફરી બેટિંગ માટે બોલાવ્યો, બેટ્સમેનને સદી ફટકારી

Team News Updates

લગ્નને લઈ મોટો ખુલાસો કર્યો કુલદીપ યાદવે 

Team News Updates

WTC ફાઇનલમાં બંને ટીમોની સ્ટ્રેંથ અને વીકનેસ:ઓસ્ટ્રેલિયાની બેટિંગ મજબુત; સ્પિનરો બંને ટીમોના ટોપ વિકેટ ટેકર છે

Team News Updates