News Updates
ENTERTAINMENT

IPLમાં આજે બે ભાઈઓ વચ્ચે જંગ:રિદ્ધિમાન સાહા સેન્ચુરી ચૂક્યો; પ્રેરક માંકડે બાઉન્ડરી પર શાનદાર કેચ કર્યો

Spread the love

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનમાં આજે ફરીથી ડબલ હેડર મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં લખનઉ સુપરજાયન્ટ્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ગુજરાત તરફથી રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઓપનિંગમાં આવ્યા છે. બન્નેએ ટીમને શાનદાર શરૂઆત અપાવી છે. સાહા ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 100+ રનની પાર્ટનરશિપ થઈ ગઈ છે. આ દરમિયાન રિદ્ધિમાન સાહાએ માત્ર 20 બોલમાં ફિફ્ટી ફટકારી છે. આ તેના કરિયરની 12મી અડધી સદી છે.

શુભમન ગિલે પણ ફિફ્ટી ફટકારી છે, આ તેની સિઝનની ચોથી ફિફ્ટી છે.

સાહા-ગિલ વચ્ચે 142 રનની ઓપનિંગ ભાગીદારી
રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે 74 બોલમાં 142 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. આવેશ ખાને આ ભાગીદારી તોડી. આવેશ ખાને સાહાને પ્રેરક માંકડના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.

ગુજરાતની જોરદાર શરૂઆત
ઓપનર રિદ્ધિમાન સાહા અને શુભમન ગીલે ગુજરાતને મજબૂત શરૂઆત અપાવી હતી. બન્નેએ ઝડપથી રન બનાવ્યા હતા. 6 ઓવરમાં ગુજરાતની ટીમે કોઈપણ નુકશાન વિના 78 રન બનાવ્યા હતા. સાહાએ સિઝનની પોતાની પ્રથમ અડધી સદી 20 બોલમાં પૂરી કરી હતી.

ડી કોક ટીમમાં ફર્યો, જોસેફ પણ પ્લેઇંગ-11માં
નવીન ઉલ હકની જગ્યાએ ક્વિન્ટન ડિકોક લખનઉની ટીમમાં પરત ફર્યો છે. જ્યારે બીજી ઇનિંગમાં અલ્ઝારી જોસેફ ફરી પ્લેઇંગ-11માં આવ્યો છે. જોશુઆ લિટલ નેશનલ ડ્યૂટી આવવાથી આયર્લેન્ડ માટે રમવા જતો રહ્યો છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ગુજરાત ટાઇટન્સ (GT): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), શુભમન ગિલ, વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહમદ, અને મોહમ્મદ શમી.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: અલ્ઝારી જોસેફ, દાસુન શનાકા, કેએસ ભરત, શિવમ માવી, જયંત યાદવ.

લખનઉ સુપરજાયન્ટ્સ (LSG): કૃણાલ પંડ્યા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કાઇલ મેયર્સ, દીપક હુડા, કરણ શર્મા, માર્કસ સ્ટોઇનિસ, સ્વપ્નિલ સિંહ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન અને આવેશ ખાન.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: આયુષ બદોની, અમિત મિશ્રા, ડેનિયલ સેમ્સ, યુધવીર સિંહ, પ્રેરક માંકડ.

પહેલીવાર બે ભાઈઓ અલગ-અલગ ટીમની કેપ્ટનશિપ કરશે
જો ગુજરાત લખનઉ સામે જીતશે તો લખનઉ સામે તેની સતત ચોથી જીત હશે. લખનઉનો નિયમિત કેપ્ટન કેએલ રાહુલ ઈજાના કારણે IPLની વર્તમાન સિઝનમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં કૃણાલ પંડ્યા ટીમની કમાન સંભાળશે. આ પહેલીવાર છે જ્યારે બે ભાઈઓ IPLમાં એકસાથે અલગ-અલગ ટીમની કેપ્ટનશિપ કરી રહ્યા છે.

ગુજરાત પ્લેઓફથી માત્ર બે જીત જ દૂર
આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 10 મેચમાં ગુજરાતને 7 જીત અને 3 હાર મળી છે. હાર્દિકની કેપ્ટનશિપમાં ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું અને હવે તેમની ટીમ 14 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર છે. ટીમ 2 મેચ જીતતાની સાથે જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે.

ડેવિડ મિલર, રાશિદ ખાન, નૂર અહેમદ અને જોશુઆ લિટલ લખનઉ સામેની ટીમના 4 વિદેશી ખેલાડી બની શકે છે. આ સિવાય શુભમન ગિલ, મોહમ્મદ શમી અને મોહિત શર્મા જેવા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે.

લખનઉએ 10માંથી 5 મેચ જીતી
લખનઉએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 10 મેચમાંથી 5 જીતી છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે. અને એક મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. ટીમના 11 પોઇન્ટ્સ છે. ગુજરાત સામેની ટીમના 4 વિદેશી ખેલાડીઓ માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, કાઇલ મેયર્સ અને નવીન ઉલ હક હોઈ શકે છે. આ સિવાય રવિ બિશ્નોઈ, કૃણાલ પંડ્યા અને આયુષ બદોની જેવા ખેલાડીઓ ટીમ માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે.

લખનઉ પર ગુજરાતનું પલડું ભારે
ગુજરાત અને લખનઉ બન્ને ટીમની આ બીજી સિઝન છે. હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતે લખનઉ ઉપર પ્રભુત્વ જમાવ્યું છે. બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ત્રણ મેચ રમાઈ છે, જેમાં ત્રણેય વખત ગુજરાતનો વિજય થયો છે.

પિચ રિપોર્ટ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટર્સને ઘણી મદદ કરે છે. આ પિચ પર સ્પિન બોલરોને ઘણી મુશ્કેલી પડે છે. સાંજે ઝાકળ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

હવામાન સ્થિતિ
રવિવારે અમદાવાદમાં હવામાન ચોખ્ખું રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. બપોરનું તાપમાન 28થી 37 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.


Spread the love

Related posts

રતન ટાટાએ ખોટા સમાચારોનું ખંડન કર્યું:કહ્યું- ક્રિકેટ સાથે મારો કોઈ સંબંધ નથી, વોટ્સએપ ફોરવર્ડ અને વીડિયો પર વિશ્વાસ ન કરો

Team News Updates

શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, પાકિસ્તાન સામે રમવા અંગે સસ્પેન્સ યથાવત

Team News Updates

સૈફ અલી ખાને રાવણ બની લીધો પાયથોન મસાજ:ખરાબ વીએફએક્સ માટે ‘આદિપુરુષ’ ફિલ્મને ટ્રોલ કરવામાં આવી, યુઝર્સે ફિલ્મ જોયા બાદ કહ્યું,’પૈસા પરત કરો’

Team News Updates