News Updates
ENTERTAINMENT

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

Spread the love

વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની પહેલી જ મેચમાં ગત વખતની બે ટોપ ટીમો વચ્ચે ભારે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો, જેમાં મુંબઈએ દિલ્હીને હરાવી જીત સાથે આ સિઝનની શાનદાર શરૂઆત કરી છે. અંતિમ બોલ પર સિકસર ફટકારી મુંબઈએ આ મેચ જીતી હતી.

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ પર સિક્સર ફટકારી ટીમને જીત મળી. પહેલી જ મેચમાં બંને ટીમનું કમાલ પ્રદર્શન રહ્યું.

આ સિઝનની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે હતો. જેમાં મુંબઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી અને દિલ્હીને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું.

દિલ્હીએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા, જેમાં એલિસ કેપ્સીએ સૌથી વધુ 75 રનનું યોગદાન આપ્યું. નેટ સાયવર-બ્રન્ટ અને એમેલિયા કેરે બે-બે વિકેટ લીધી હતી.

172 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી અને શૂન્ય પર જ પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારબાદ યાસ્તિકા ભાટિયા અને હરમનપ્રીત કૌરની ફિફ્ટીના સહારે મુંબઈ જીત તરફ આગળ વધ્યું હતું.

અંતિમ ઓવરમાં બે બોલમાં પાંચ રનની મુંબઈને જરૂર હતી અને કેપ્ટન હરમનપ્રીત કૌર આઉટ થતાં આખરી બોલ પર પાંચ રનની જરૂર હતી અને અંતિમ બોલ પર એસ સજનાએ શાનદાર સિક્સર ફટકારી મુંબઈને યાદગાર જીત અપાવી હતી.v


Spread the love

Related posts

IPL 2025 :મોટી જાહેરાત કરી MS ધોનીને રિટેન કરશે, ચેન્નાઈ સુપર કિંગ્સ કોઈપણ ભોગે

Team News Updates

Anupamaaના સેટ ટીમ મેમ્બરનું મોત વીજ શોક લાગવાથી સેટ પર મોટો અકસ્માત થયો

Team News Updates

રાજકુમાર મીના કુમારીને જોઈને ડાયલોગ્સ ભૂલી જતા હતા:કૂતરાના જવાબ પર રામાનંદ સાગરની ફિલ્મ નકારી, ધર્મેન્દ્રએ કોલર પકડ્યો હતો

Team News Updates