News Updates
ENTERTAINMENT

લગ્નના 25 વર્ષ બાદ અભિનેતાએ લગ્નની નોંધણી કરાવી, આ કારણ જણાવ્યું

Spread the love

અરશદ અને મારિયાના લગ્નને 25 વર્ષ થયા છે. બંનેએ 14 ફેબ્રુઆરી 1999ના રોજ વેલેન્ટાઈન ડે પર લગ્ન કર્યા હતા.બંનેએ અત્યાર સુધી પોતાના લગ્નની નોંધણી કરાવી ન હતી. જો કે હવે 25 વર્ષ બાદ આ કપલે તેમના લગ્નની નોંધણી કરાવી છે.

અરશદ વારસી પોતાની પર્સનલ લાઈફ વિશે ખુબ જ ઓછી વાત કરે છે. આ વર્ષે તેના લગ્નને 25 વર્ષ પુરા થવાના છે. આ તકે અરશદ વારસીએ પોતાની પત્નીને વેલેન્ટાઈન ડે પર ખાસ ગિફટ આપી છે. તેમણે લગ્નના આટલા વર્ષો બાદ પોતાના લગ્નને રજીસ્ટ્રેડ કરાવ્યા છે.

મુન્નાભાઈ એમબીબીએસ,ધમાલ, ગોલમાલ જેવી ફિલ્મોમાં જોવા મળેલા અરશદ વારસીએ વર્ષ 1999માં મારિયા ગોરેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.

આ વર્ષે લગ્નના 25 વર્ષ પૂર્ણ થશે. વેલેન્ટાઈન પર કપલે એક-બીજાને સ્પેશિયલ ગિફટ આપશે. હાલમાં એક ઈન્ટરવ્યુમાં અરશદ વારસીએ કહ્યું કે, 25 વર્ષ સુધી લગ્નને રજીસ્ટ્રેડ કરાવ્યા ન હતા.

અરશદ વારસીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, પોતાના લગ્નની તારીખથી નફરત છે. તેના લગ્નની તારીખ 14 ફેબ્રુઆરી છે.અરશદ વારસીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાને જજ કરતા જોવા મળી રહ્યા છે.


Spread the love

Related posts

Disney+Hotstar મફતમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ બતાવશે:એપ યુઝર્સ Jio સિનેમાના માર્ગે કંપની એશિયા કપ પણ ફ્રીમાં જોઈ શકશે

Team News Updates

સોનુ સૂદે રોડીઝ સેટ પર દુકાન ખોલી:રિયા ચક્રવર્તીને ઢોંસા અને ભટુરા ખવડાવતા જોવા મળ્યો, કહ્યું,’ફ્રેન્ચાઈઝી જોઈતી હોય તો તરત સંપર્ક કરો’

Team News Updates

ભારતમાં આવતા જ મોહમ્મદ રિઝવાને ધૂમ મચાવી, ન્યૂઝીલેન્ડ સામે ફટકારી સદી

Team News Updates