News Updates
ENTERTAINMENT

ભારતમાં આવતા જ મોહમ્મદ રિઝવાને ધૂમ મચાવી, ન્યૂઝીલેન્ડ સામે ફટકારી સદી

Spread the love

હૈદરાબાદમાં રમાયેલી વોર્મ-અપ મેચમાં પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ રિઝવાને (Mohammad Rizwan) શાનદાર સદી ફટકારી હતી. તેને ન્યૂઝીલેન્ડ સામે બાબર સાથે સદીની પાર્ટનરશિપ પણ કરી હતી. તમને જણાવી દઈએ કે રિઝવાન પહેલી વખત ભારત આવ્યો છે અને તેને આવતાની સાથે જ સદી ફટકારી છે જે તેના માટે ખાસ છે. રિઝવાનનું ફોર્મ ખૂબ જ ખરાબ ચાલી રહ્યું હતું.

મોહમ્મદ રિઝવાને (Mohammad Rizwan) ભારતની ધરતી પર આવતાની સાથે જ ધૂમ મચાવી રહ્યો છે. પાકિસ્તાનના આ વિકેટકીપર બેટ્સમેને વર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ સામે રિઝવાને 92 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તમને જણાવી દઈએ કે રિઝવાન પહેલી વખત ભારત આવ્યો છે અને તેને આવતાની સાથે જ સદી ફટકારી છે જે તેના માટે ખાસ છે. રિઝવાનનું ફોર્મ ખૂબ જ ખરાબ ચાલી રહ્યું હતું. એશિયા કપમાં તે કંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો. આવામાં વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા પોતાના બેટથી સદી ફટકારવી તે તેના અને પાકિસ્તાની ટીમ માટે રાહતના સમાચાર છે.

રિઝવાન જ્યારે ક્રિઝ પર ઉતર્યો ત્યારે પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ઇમાદ વસીમ અને અબ્દુલ્લા શફીક ઓછા રનમાં આઉટ થઈ ગયા હતા. પરંતુ આ પછી રિઝવાને કેપ્ટન બાબર આઝમ સાથે ઈનિંગ સંભાળી અને ત્રીજી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડને જડબાતોડ જવાબ આપ્યો. હંમેશાની જેમ રિઝવાને પહેલા સેટ થવામાં સમય લીધો અને પછી તેના સ્વીપ શોટ્સની મદદથી કિવી સ્પિનરોનો સામનો કર્યો હતો.

બાબર-રિઝવાને બતાવી પોતાની તાકાત

તમને જણાવી દઈએ કે બાબર અને રિઝવાને પાર્ટનરશિપના પહેલા પચાસ રન માત્ર 59 બોલમાં ઉમેર્યા હતા અને તેમની પાર્ટનરશિપ 97 બોલમાં 100 રનને આંકડાને પાર કરી ગઈ હતી. બાબરે પણ આ પાર્ટનરશિપમાં શાનદાર શોટ રમ્યા હતા. બાબરે 80 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બાબર સદી ફટકારવામાં ચૂકી ગયો હતો પરંતુ રિઝવાને સદી ફટકારી હતી. રિઝવાન સદી ફટકાર્યા બાદ રિટાયર્ડ હર્ટ થયો હતો. તમને જણાવી દઈએ કે વોર્મ-અપ મેચમાં રિઝવાને અન્ય બેટ્સમેનોને તક આપવા માટે પોતાને રિટાયર જાહેર કર્યો હતો.

પાકિસ્તાનને ટેન્શન

રિઝવાન અને બાબરે રાબેતા મુજબ રન બનાવ્યા છે પરંતુ પાકિસ્તાનનું સૌથી મોટું ટેન્શન હજુ પણ છે. પાકિસ્તાની ઓપનિંગ જોડી લાંબા સમયથી ચાલી રહી નથી. ફખર ઝમાન પણ સતત ફ્લોપ રહ્યો હતો તેથી અબ્દુલ્લા શફીકને અજમાવવામાં આવ્યો હતો પરંતુ તે પણ વોર્મ-અપ મેચમાં ફ્લોપ રહ્યો હતો. ઈમામ ઉલ હક પણ હંમેશાની જેમ ક્વોલિટી બોલિંગનો શિકાર થતો જોવા મળ્યો હતો. જો સ્થિતિ આવી જ રહી તો વર્લ્ડ કપ દરમિયાન બાબર અને રિઝવાન બંને પર વધુ દબાણ રહેશે, જે પાકિસ્તાન માટે સારા સમાચાર નથી.


Spread the love

Related posts

વિવાદો વચ્ચે જુનિયર એનટીઆરે લગ્નમાં 100 કરોડ ખર્ચ્યા:ઓડિયો ઇવેન્ટમાં 10 લાખ ફેન્સ માટે 9 સ્પેશિયલ ટ્રેન દોડી, 80 કરોડના ખાનગી જેટના માલિક

Team News Updates

T20 વર્લ્ડ કપ 2024… પાપુઆ ન્યુ ગિની ક્વોલિફાય:15 ટીમ કન્ફર્મ, 5 બર્થ ખાલી; પ્રથમ વખત 20 ટીમ ભાગ લેશે

Team News Updates

ભોજપુરીના શાહરૂખ-સલમાન હતા મનોજ અને રવિ કિશન:એકબીજાથી આગળ જવાની સ્પર્ધા હતી, મનોજે કહ્યું, ‘રવિ મારા હાથનો માર ખાવા માંગતો ન હતો’

Team News Updates