News Updates
ENTERTAINMENT

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ બરાબરના ફસાયા:અંતે મુંબઈ પોલીસે અસિત મોદી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી, જલ્દી જ ધરપકડ થઈ શકે છે

Spread the love

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. સોશિયલ મીડિયા પર આ શોનું જોરદાર ફેન ફોલોઇંગ છે.પરંતુ છેલ્લા થોડા સમયથી આ કોમેડી સિરિયલ એક પછી એક વિવાદમાં સપડાઈ રહી છે. હવે આ શો વિશે ગંભીર સમાચાર આવ્યા છે કે, શોમાં ‘રોશન સિંહ સોઢી’ની પત્નીની ભૂમિકા નિભાવનાર ‘રોશનભાભી એટલે કે મિસિસ સોઢી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર ગત 11 મેના રોજ જાતીય સતામણીના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.

અભિનેત્રીએ અસિત મોદી તેમજ તારક મહેતાના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને ઓપરેશન્સ હેડ સોહિલ રામાણી સામે ફરિયાદ નોંધાવી હતી અને હવે પોલીસે કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે એસિત મોદી, સોહેલ રમણી અને જતિન બજાજ વિરુદ્ધ આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

‘છેલ્લા ઘણા સમયથી મારી સાથે આવું થઈ રહ્યું છે’ : જેનિફર
જેનિફરે કહ્યું, ‘છેલ્લા ઘણા સમયથી મારી સાથે આવું થઈ રહ્યું છે, પરંતુ અસિત, તેની પુત્રી અને પરિવારને કારણે અત્યારસુધી હું ચૂપ રહી હતી. 2019માં મેં મારા કો-સ્ટાર્સને આ જાતીય સતામણી વિશે જણાવ્યું હતું, એ સમયે તેમણે મને ટેકો આપ્યો હતો, પરંતુ આજે મારા પતિ અને મારાં સાસરિયાં સિવાય કોઈ મારા સમર્થનમાં નથી.’

હકીકતમાં 2019થી જ્યારે અમે શૂટિંગ માટે સિંગાપોર ગયાં હતાં ત્યારથી અસિત મારી સાથે ગેરવર્તન કરી રહ્યા છે. ઘણી વખત તેઓ હોટલના રૂમમાં આવવાનું પણ કહેતા હતા, પછી જ્યારે હું ના પાડતી ત્યારે તેઓ કહેતા હતા કે તે મજાક કરી રહ્યા છે. લોકો સામે મારા હોઠ વગેરેની પ્રશંસા પણ કરતા હતા. મને પર્સનલ મેસેજ કરતા હતા, જેને હું ઇગ્નોર કરતી તો આડકતરી રીતે મારો સંપર્ક કરતા હતા, મેં કેટલીવાર ના પાડી હતી. મેં જેટલી વાર ના પાડી તેમણે એટલી વધારે મને હેરાન કરી છે.’

‘જો તું મારી નજીક હોત તો હું તને ગળે લગાડી દેત.’
તેણે વધુમાં કહ્યું, ‘મારી મેરેજ એનિવર્સરીના બીજા દિવસે તેઓ મને ફોન કરીને કહે છે કે, હવે વર્ષગાંઠ પૂરી થઈ ગઈ છે, રૂમમાં આવો. મને એ સમયે બહુ જ ખરાબ લાગ્યું હતું અને ખૂબ રડતી હતી. એક દિવસ મને કોઈ અંગત સમસ્યા હતી, અસિતે ફોન કરીને મને કહ્યું, ‘જો તું મારી નજીક હોત તો હું તને ગળે લગાડી દેત.’ – તેમણે જે રીતે કહ્યું એ કહેવાની રીત ખૂબ જ ગંદી હતી. આવી ઘણી ઘટનાઓ બની હતી, હું શરૂઆતમાં સમજી શકી ન હતી, પરંતુ પછી જેમ-જેમ હું સમજતી ગઈ એમ-એમ મારી તકલીફો વધી અને અંતે… અસિતે મારા કૉલ ઉપાડવાનું બંધ કરી દીધું અને પ્રોફેશનલ મેસેજિસને પણ અવગણવાનું શરૂ કર્યું, .મારી રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. મારો પગાર સૌથી ઓછો હતો અને હું સેટ પર મારી પાસે શોટ હોય કે ન હોય, સૌથી વધુ બેસી રહેતી હતી. તેમણે પર્સનલ અને પ્રોફેશનલ હેરેસમેન્ટ કરવાનું શરૂ કર્યું. માત્ર અસિત જ નહીં, પરંતુ તેની ટીમના સભ્યો સોહેલ અને જતિન પણ આ હેરાનગતિમાં સામેલ છે.’

’24 માર્ચે ટીમ તરફથી મને મેસેજ આવ્યો’ : જેનિફર
‘આ હોળીમાં મારે મારી પુત્રી સાથે સમય પસાર કરવો હતો.પરંતુ તેમણે મને સેટ પર હાજર રહેવા દબાણ કર્યું, તેમણે મારા સિવાય ટીમના તમામ સભ્યોને મેનેજ કરી દીધું હતું. જ્યારે મને સેટ પર હાજર રહેવા મજબૂર કરી, જબરદસ્તીથી બહાર ગઈ ત્યારે ત્યારે શોના સોહેલ અને ક્રિએટિવ પર્સન જતિને મને ખૂબ જ ખરું-ખોટું સંભળાવ્યું હતું. મારી ગાડીને રોકી. હું રડી રહી હતી. આ ઘટના 7 માર્ચે બની હતી. એ દિવસ પછી મેં સેટ પર જવાનું બંધ કરી દીધું હતું. 24 માર્ચે મને ટીમ તરફથી મેસેજ મળ્યો કે મારા કારણે તેઓ નુકસાનનો સામનો કરી રહ્યા છે. તેઓ મને ડરાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હું બિલકુલ ડરીશ નહીં.’

‘મેં શો છોડ્યા પછી તેઓએ મારા પૈસા કાપી નાખ્યા’ : જેનિફર
તે ઘણીવાર મેલ એક્ટર સાથે એડજસ્ટ થાય છે. આ શોમાં લોકો દુરાચારી વિચારસરણીથી પીડિત છે. જતીને મારી કાર બળજબરીથી રોકી લીધી હતી. એ તમામ દુર્વ્યવહાર સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે. આ ઘટના 7 માર્ચની છે. પછી પણ મને લાગ્યું કે આ લોકો મને બોલાવશે, પરંતુ 24 માર્ચે સોહિલે મને નોટિસ મોકલી કે મેં શૂટ અડધેથી છોડી દીધું હતું. તેથી તેઓ મારા પૈસા કાપી રહ્યા છે. આ રીતે મને ડરાવવાનો પ્રયાસ કર્યો છે.’

‘મેકર્સે મારા પર પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો’
‘4થી એપ્રિલે મેં તેમને Whatsapp પર જવાબ આપ્યો કે,` મારી સાથે જાતીય સતામણી કરવામાં આવી છે. મેં એક ડ્રાફ્ટ મોકલ્યો, તેઓએ તે પરત કર્યો કે અને આક્ષેપ કર્યો કે હું તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. મેં તે દિવસે નક્કી કર્યું કે, હવે મારે બધા પાસે માફી મગાવવી પડશે.’

‘શરૂઆતમાં મેં મારી નોકરી ગુમાવવાના ડરથી તેની તમામ વિનંતીઓને અવગણી હતી. પરંતુ હવે બહુ થઇ ગયું. હું વધારે સહન કરી શકું એમ નથી. તેઓએ મને સેટ પર જબરદસ્તીથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગેટ બંધ કર્યો હતો અને મને બહાર જવાની પરવાનગી ન આપી. મેં એક મહિના પહેલાં અધિકારીઓને એક મેઇલ મોકલ્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી. મને ખાતરી છે કે તેઓ આ બાબતે તેમનું કામ કરી રહ્યા છે. મેં એક વકીલ રાખ્યા છે. હું જાણું છું કે મને જલ્દી ન્યાય મળશે.’

મેં નિર્માતાઓને ડરાવવા માટે ડ્રાફ્ટ મોકલ્યો હતો
જેનિફરે વધુમાં કહ્યું કે, ‘આ સાંભળીને હું પરેશાન થઇ ગઈ હતી. આ બહુ મોટો શબ્દ છે, હું એવું ન કહી શકું, મારામાં એટલી હિંમત નથી. પછી વકીલે મને સમજવામાં મદદ કરી. મેં મારા નજીકના મિત્રો સાથે પણ વાત કરી. મેં શરૂઆતમાં શોના નિર્માતાઓને કોઈ નોટિસ મોકલી નથી. મેં માત્ર સોહિલ રામાણીને Whatsapp પર જવાબ આપ્યો. મેં તેને 15 વર્ષની ફરિયાદો જણાવી. તે ચૂપ થઈ ગયા હતા.’યૌન ઉત્પીડન સંબંધિત ડ્રાફ્ટ મોકલ્યા પછી મેં વિચાર્યું કે, હવે બધા ચૂપચાપ બેસી જશે. મારું કામ પૂરું થઈ જશે. મેં તેમને ડરાવવા માટે ડ્રાફ્ટ મોકલ્યો હતો. આ પછી તેમણે મને કહ્યું કે હું તેની પાસેથી પૈસા પડાવી રહી છું. આ પછી જ મેં 8મી એપ્રિલે સત્તાવાળાઓને ફરિયાદ કરી અને તેના વિશે પોસ્ટ કર્યું.’


Spread the love

Related posts

જાહન્વી કપૂરને માતા સીતાનો રોલ ઓફર કર્યાની વાત નિર્માતાઓએ નકારી:નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર સાથે જોવા મળશે સાઇ પલ્લવી, ફિલ્મ એપ્રિલમાં ફ્લોર પર આવશે

Team News Updates

 ODIમાં હાર્યું આયર્લેન્ડ બીજી વખત ,સાઉથ આફ્રિકાને કેચ છોડવાની મળી સજા

Team News Updates

‘OMG 2’ ફિલ્મનું ‘ઊંચી ઊંચી વાદી’ સોન્ગ રિલીઝ થયું:ભગવાન શિવની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા પંકજ ત્રિપાઠી , 11 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ

Team News Updates