News Updates
ENTERTAINMENT

સાઉથના સુપરસ્ટાર રામ ચરણના ઘરે ગુંજી કિલકારી:પત્ની ઉપાસનાએ દીકરીને જન્મ આપ્યો, લગ્નના 11 વર્ષ બાદ માતા-પિતા બન્યા

Spread the love

સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને પત્ની ઉપાસના કોનિડેલા તેમના પહેલા બાળકના માતા-પિતા બન્યા છે. 20 જૂને તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. હોસ્પિટલના બુલેટિન દ્વારા આ સમાચારની જાણ કરવામાં આવી હતી, જેમાં લખ્યું છે, મિસ ઉપાસના કામિનેની કોનિડેલા અને રામ ચરણને ત્યાં 20 જૂન 2023ના રોજ એપોલો હોસ્પિટલ જ્યુબિલી હિલ્સ હૈદરાબાદ ખાતે દીકરીનો જન્મ થયો છે. બાળક અને માતા બંને સ્વસ્થ છે. રામ ચરણ અને ઉપાસનાએ ડિસેમ્બરમાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે આ ખુશીના સમાચાર શેર કર્યા હતા.

ઉપાસના અને રામ ચરણે લગ્નના 11 વર્ષ બાદ તેમના પ્રથમ સંતાનનું સ્વાગત કર્યું છે. રામ ચરણના પિતા સુપરસ્ટાર ચિરંજીવી અને તેમનો આખો પરિવાર મંગળવારે સવારે તેમની પૌત્રીના સ્વાગત માટે કપલને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સિવાય સોમવારે રાત્રે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં રામ તેમની પત્ની સાથે હોસ્પિટલમાં જતો જોવા મળી રહ્યો છે. પુત્રીના જન્મના સમાચાર મળતાં જ રામચરણના ફેન્સમાં આનંદ છવાયો છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાઇરલ થયા છે, જેમાં ચાહકો હોસ્પિટલની બહાર ઉજવણી કરતા જોવા મળે છે. ટ્વિટર પર #megastarprinces ટ્રેન્ડમાં છે.

ઉપાસનાએ 10 વર્ષ પછી માતા બનવાનું કારણ જણાવ્યું
હ્યુમન્સ ઓફ બોમ્બે સાથેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં ઉપાસનાએ ગર્ભાવસ્થા વિશે ખુલાસો કર્યો હતો.એક્ટ્રેસે કહ્યું, “હું ખૂબ જ ઉત્સાહિત છું અને ખૂબ જ ગર્વ અનુભવું છું કે મેં માતા બનવાનું નક્કી કર્યું જ્યારે આપણે ઇચ્છીએ છીએ અને જ્યારે સમાજ ઇચ્છે ત્યારે નહીં. તેથી, અમારા લગ્નના દસ વર્ષ પછી અમે હવે માતાપિતા બનવાનું નક્કી કર્યું છે અને મને લાગે છે. આ શ્રેષ્ઠ સમય છે કારણ કે અમે બંને આર્થિક રીતે સુરક્ષિત છીએ અને અમે અમારા બાળકોની જાતે જ સંભાળ રાખી શકીએ છીએ.

લગ્નના 10 વર્ષ પછી બાળકના પ્લાનિંગ પર ઉપાસનાએ કહ્યું- આ અમારો પરસ્પર નિર્ણય હતો. કપલ તરીકે અમે અમારા પર કોઈ દબાણ થવા દીધું નથી, પછી તે બહારના સમાજમાંથી હોય, અમારા કુટુંબનું હોય કે કોઈનું હોય. જે અમારા સંબંધો વિશે ઘણું બધું કહે છે.

ચિરંજીવીએ પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા
રામ ચરણના પિતા મેગાસ્ટાર ચિરંજીવીએ ડિસેમ્બરમાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે ઉપાસના અને રામ ટૂંક સમયમાં તેમના પ્રથમ બાળકના માતા-પિતા બનવાના છે. તેમણે ટ્વિટર પર લખ્યું, ‘શ્રી હનુમાનજીના આશીર્વાદથી, અમને જણાવતા આનંદ થાય છે કે ઉપાસના અને રામ ચરણ તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. પ્રેમ અને કૃતજ્ઞતા સાથે, સુરેખા અને ચિરંજીવી કોનિડેલા. શોભના અને અનિલ કામીનેની.

રામ ચરણે પણ પોતાની પોસ્ટમાં આ જ પોસ્ટર શેર કર્યું છે. જેના પર લખ્યું હતું કે, ‘શ્રી હનુમાન જીના આશીર્વાદથી અમને જણાવતા આનંદ થાય છે કે ઉપાસના અને રામ ચરણ તેમના પહેલા બાળકની અપેક્ષા કરી રહ્યા છે.’ આ સાથે પોસ્ટરમાં કપલના માતા-પિતાનું નામ પણ લખવામાં આવ્યું છે.

રામચરણે દીકરીના જન્મની ભવિષ્યવાણી કરી હતી
રામે આ વર્ષની શરૂઆતમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સંકેત આપ્યો હતો કે કપલને એક બાળકી થવાની છે.

સુપરસ્ટાર રામ ચરણ અને ઉપાસના કામીનેનીએ 14મી જૂન 2023ના રોજ તેમની 11મી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી. આ કપલે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. ફેન્સ અને સેલેબ્સે સોશિયલ મીડિયા પર કપલને તેમના લગ્નની શુભેચ્છા પાઠવી હતી. બંનેએ આ ખાસ અવસર પર એકબીજા માટે ખૂબ જ ખાસ પોસ્ટ પણ શેર કરી છે.


Spread the love

Related posts

અભિનેત્રી પ્રિયમણીએ કહ્યું, ‘ઓનસ્ક્રીન ક્યારેય કિસ નહીં કરે’:કહ્યું, ‘પતિને જવાબ આપવો પડશે, સાસરી પક્ષનું સન્માન જાળવવું જોઈએ’

Team News Updates

ટીવી સિરિયલની કોપી છે ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’, આ 5 સીન જોઈને તમે પણ માની જશો

Team News Updates

આઈપીએલ 2024 પહેલા ગુજરાત ટાઈટન્સના કેપ્ટને દરિયાકિનારે ટુવાલમાં આપ્યા હોટ પોઝ

Team News Updates