News Updates
ENTERTAINMENT

અમિતાભને આપી ગિફ્ટ અભિષેક બચ્ચને:’આ એક શાનદાર વસ્તુ છે,બિગ બીએ શાનદાર ગેજેટ પહેરીને પોસ્ટ શેર કરી

Spread the love

અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં તે Apple Vision Pro પહેરેલા જોવા મળી રહ્યાં છે. તેમણે આ ગેજેટને પહેલીવાર ટ્રાય કર્યું છે અને તેમને ખુબ જ ગમ્યું છે. તેમને ટ્રે કર્યા કર્યા પછી, તેણે આ ગેજેટના વખાણ કરતા કેપ્શન પણ લખ્યું છે. ગેજેટ પહેરેલી તસવીર શેર કરતી વખતે બિગ-બીએ લખ્યું- ‘વાહ…Apple Vision Pro એકદમ બહાર છે. આ ‘બેબી’ પહેર્યા પછી તમને પહેલાં જેવું નહીં દેખાઈ. અભિષેકે મને પરિચય કરાવ્યો છે.’

બિગ બીની આ શાનદાર તસવીર જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે તમે એક પ્રેરણા છો, જે જૂની અને નવી બંને ટેક્નોલોજીને બેલેન્સમાં રાખે છે. અન્ય યુઝરે લખ્યું- તમે શાનદાર દાદા છો. ઘણા લોકો અમિતાભ બચ્ચનનું નામ લેજેન્ડ તરીકે લે છે.

‘વિઝન પ્રો’ ડિવાઇસ શું છે?
આ ડિવાઇસ ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમને AR અને VR ટેક્નોલોજી સાથે ડિઝાઇન કરવામાં આવી છે. ‘વિઝન પ્રો’ની ખાસ વિશેષતા તેની નવીનતમ સ્પેસ મેપિંગ ટેકનોલોજી છે. LEDR અને કેમેરા સહિતના અદ્યતન સેન્સરથી સજ્જ આ ડિવાઇસ યુઝર્સની આસપાસની જગ્યાને ચોક્કસ રીતે મેપ કરીને 3D તસવીર બનાવે છે. આની મદદથી કોઈપણ યુઝર્સ રિયલ ટાઈમમાં અન્ય લોકો સાથે તેના ઓગમેન્ટેડ રિયાલિટીનો અનુભવ શેર કરી શકે છે.

ડિવાઇસમાં એક્સેપ્શનલ કલર એકયુરેસી સાથે હાઈ-રીઝોલ્યુશન ડિસ્પ્લે દર્શાવે છે. આ નિર્ધારિત કરે છે કે વર્ચ્યુઅલ ઑબ્જેક્ટ્સ યુઝર્સના વાસ્તવિક-વિશ્વના દૃશ્ય સાથે કેવી રીતે ભળી જાય છે. વિઝન પ્રોમાં અદ્યતન આઇ-ટ્રેકિંગ ટેક્નોલોજી પણ છે. યુઝર્સ તેને આંખ અને હાથની હિલચાલથી ઓપરેટ કરી શકે છે. ડિવાઇસ યુઝર્સને મૂવી જોવા, વીડિયો ગેમ્સ રમવા અને આર્ટિકલ્સ વાંચવા માટે સક્ષમ કરે છે. તેની કિંમત લગભગ 2.88 લાખ રૂપિયા છે.

અમિતાભ બચ્ચન વર્કફ્રન્ટ
અમિતાભ બચ્ચને છેલ્લે ટાઈગર શ્રોફ અને ક્રિતી સેનન સાથે એક્શન ફિલ્મ ‘ગણપથ’માં કામ કર્યું હતું. તેમની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે એક્શન ફિલ્મ ‘કલ્કી 2898 AD’માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 2024માં રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રભાસ, કમલ હાસન, દીપિકા પાદુકોણ અને દિશા સહિત ઘણા એક્ટરો છે. આ સિવાય તે રજનીકાંત સાથે તમિળ ફિલ્મ ‘વેટ્ટાઈયાં’ માટે પણ કામ કરે છે.


Spread the love

Related posts

ફેન્સને આપી સરપ્રાઈઝ વિકી કૌશલના,ફિલ્મ સાથે ‘છાવા’નું ટીઝર કર્યું રિલીઝ

Team News Updates

Mouni Barbie Doll Look: મૌની રોયના બાર્બી ડોલના લુકે ચાહકોના દિલ જીતી લીધા, જુઓ Photos

Team News Updates

પરિણીતીએ ખુલાસો કર્યો:અભિનેત્રીએ કહ્યું, ‘રાઘવને પહેલીવાર મળ્યા પછી મેં ગૂગલ પર તેમની ઉંમર રિલેશનશિપ સ્ટેટસ જેવી માહિતી સર્ચ કરી’

Team News Updates