અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે લગ્ન કરી લીધા છે. તેઓએ તેલંગાણાના વાનપર્થીમાં આવેલા 400 વર્ષ જૂના શ્રીરંગપુર મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે, જેમાં ફક્ત પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. બંનેએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે. આ સાથે, તેઓએ એકબીજા માટે એક સુંદર નોટ પણ લખી છે.
તેમણે લખ્યું – તમે મારા ચંદ્ર, સૂર્ય અને તારા છો, હંમેશા પરીકથાઓની જેમ સાથે રહેજો, હંમેશા હસતા રહેજો… ક્યારેય મોટા ન થશો… પ્રેમ, પ્રકાશ અને જાદુને કાયમ માટે જાળવી રાખજો…મિસેઝ એન્ડ મિસ્ટ- અદ્દૂ-સિદ્ધૂ .
વેડિંગ લૂકની વાત કરીએ તો અદિતિ રાવ હૈદરીએ આ ખાસ દિવસ માટે ગોલ્ડન સાડી પસંદ કરી હતી. જ્યારે સિદ્ધાર્થે સફેદ કુર્તા અને મેજિક ધોતી સાથે લુક કંપ્લીટ કર્યો હતો.
આ ફોટો જોયા બાદ અભિનેત્રી જેનેલિયા ડિસોઝાએ લખ્યું, અભિનંદન પ્રિય અદિતિ અને સિદ્ધાર્થ. તમારા માટે ખૂબ ખુશ. અભિનેતા દુલકર સલમાને લખ્યું, HRH અને Sidને અભિનંદન. સુંદર કપલ સુંદર ચિત્રો. હંમેશા પ્રેમ. આ સિવાય ચાહકોએ હાર્ટ ઇમોજીથી પણ અભિનંદન પાઠવ્યા છે.
સિદ્ધાર્થ અને અદિતિએ 2021માં તમિલ-તેલુગુ ફિલ્મ ‘મહાસમુદ્રમ’માં સાથે કામ કર્યું હતું. ત્યારથી બંને વચ્ચે નિકટતા વધી હતી. સિદ્ધાર્થે ‘રંગ દે બસંતી’ અને ‘ચશ્મેબદ્દૂર’ જેવી પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. અદિતિ રાવ હૈદરી દક્ષિણ અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. તેણે ‘પદ્માવત’, ‘બોસ’, ‘રોકસ્ટાર’ અને ‘મર્ડર-3’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
અદિતિનો જન્મ 28 ઓક્ટોબર, 1986ના રોજ હૈદરાબાદમાં એહસાન હૈદરી અને વિદ્યા રાવને ત્યાં થયો હતો. અદિતિ હૈદરાબાદના નિઝામ રહેલા સાહેલ અકબર હૈદરીની પૌત્રી છે. અદિતિના દાદા રાજા જે. રામેશ્વર રાવ તેલંગાણાના વાનપર્થીના રાજા હતા.
અદિતિએ તેની કારકિર્દીની શરૂઆત ભરતનાટ્યમ નૃત્યાંગના તરીકે કરી હતી. તેણે પ્રખ્યાત ભરતનાટ્યમ ડાન્સર લીલા સેમસનના ડાન્સ ગ્રુપમાં પણ કામ કર્યું હતું. અહીં કામ કર્યા બાદ તે અભિનય તરફ વળી. તેણે સૌપ્રથમ 2007માં તમિલ ફિલ્મ ‘શ્રીંગારમ’માં અભિનય કર્યો હતો.