News Updates
GUJARAT

Jamnagar: CCTV, આંતક આખલાનો  એક વૃદ્ધને અડફેટે લઈ પછાડી દીધા, નાઘેડી પાસે આખલાએ,જમીન પર પડકાતાં વૃદ્ધને ઈજા પહોંચી

Spread the love

જામનગર નજીક નાઘેડી ગામ પાસે માધવ રેસીડેન્સી વિસ્તારમાં એક વૃદ્ધ રોડ ઉપર ચાલીને જતા હતા, ત્યારે પાછળથી આખલો આવીને વૃદ્ધને અડફેટે લીધા હતા. વૃદ્ધને જમીન ઉપર પછાડી દીધા હતા. જેથી વૃદ્ધ નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આખલો ત્યાંથી દૂર જતો રહ્યો હતો. એક મહિલા દોડતા દોડતા વૃદ્ધ પાસે પહોંચ્યા અને અન્ય એક વ્યક્તિ પણ તેમની સાથે વૃદ્ધ નજીક આવી પહોંચ્યા હતા. વૃદ્ધને નાની ઈજાઓ પહોંચી છે.

આ ઘટના બની તે બાદ એક મોટર સાયકલ અને એક ઇકો વાહન ચાલકો ત્યાં પહોંચ્યા હતા અને વૃદ્ધને મહિલા અને અન્ય એક વ્યક્તિ દ્વારા ઇકો વાહનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. આખલા દ્વારા વૃદ્ધ પર હુમલો કરવામાં આવતા વૃદ્ધને નાની ઇજાઓ થઈ હતી. જોકે, વધુ ગંભીર ઉજાગ્રસ્ત ન થતા વૃદ્ધ માંડ માંડ બચ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.

આખલો એટલો ભુરાયો થયો હતો કે, વૃદ્ધ પર હુમલો કર્યા બાદ આ વૃદ્ધને એક મહિલા અને એક અન્ય વ્યક્તિ બચાવવા આવ્યા હતા. ત્યારે આખલાએ આ મહિલા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા ત્યાંથી દોડીને ભાગી જતા માંડ માંડ બચી હતી. તે સમગ્ર ઘટના પણ CCTV કેમેરામાં કેદ થઈ છે. આખલાઓનો ત્રાસ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ અત્યંત જોવા મળે છે. ફરી એક વખત આખલા દ્વારા એક વૃદ્ધ ઉપર હુમલો કરી તેને પછાડી દીધા હતા.


Spread the love

Related posts

આજથી શરૂ થયો પિતૃ પક્ષ, જાણો તેનું મહત્વ, તર્પણ પદ્ધતિ અને મંત્ર

Team News Updates

વરદી ફાડી નાખી કપલે કોન્સ્ટેબલની : અમદાવાદના બે દંપતી સામે ફરિયાદ;શામળાજીમાં ઝઘડો કરી રહેલા બે કારચાલકને સમજાવવા જતાં કોન્સ્ટેબલ પર હુમલો

Team News Updates

આ વાનરો છે ખરા હનુમાન ભક્ત, આ ચમત્કારી મંદિરમાં હનુમાન ચાલીસા શરૂ થતા જ સાંભળવા પોંહચી જાય છે !

Team News Updates