મેડિકલ ક્ષેત્રે આગવી નામના ધરાવતા પાટણની જનરલ સિવિલ હોસ્પિટલમાં ગુજરાત ડાયાલીસીસ સેન્ટરના સહયોગથી અને આઈ.કે.ડી.આર.સી. અમદાવાદ દ્વારા સંચાલીત ડાયાલીસીસ સેન્ટર ગરીબ અને મધ્યમ વર્ગના કીડની રોગના દર્દીઓ માટે આર્શીવાદરૂપ સાબીત થઈ રહ્યું છે. ડાયાલીસીસ સેન્ટરના સ્થાપનાના ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન અત્યાર સુધીમાં કીડનીની બીમારીથી પીડાતા 9338 દર્દીઓએ ડાયાલીસીસ સેન્ટરનો લાભ લીધો છે.
પાટણ જનરલ સિવિલ હોસ્પિટલમાં ગુજરાત ડાયાલીસીસ – પ્રોગ્રામના સહયોગથી અને આઈ.કે.ડી.આર.સી. અમદાવાદ દ્વારા સંચાલીત ડાયાલીસીસ સેન્ટર વર્ષ 2021ના ઓકટોબર માસમાં કાર્યરત કરવામાં આવ્યુ હતું. પાટણ શહેર સહિત જીલ્લામાં જરૂરીયાતમંદ અને કીડનીની બીમારીથી પીડાતા -દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળે તે માટે સીવીલ હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટર શરુ કરવામાં આવ્યુ હતું. આ સેન્ટરમાં દર્દીઓને સુવિધાની સાથે સાથે સરકાર દ્વારા – ભાડુ પણ આપવામાં આવે છે જેથી આ ડાયાલીસીસ સેન્ટર કીડની જેવી માઁથી બીમારીમાં ગરીબ દર્દીઓ માટે આર્શીવાદરૂપ બની રહયું છે.
પાટણમાં ધારપુર સીવાય કીડનીની – બીમારીથી પીડાતા દર્દીઓની સારવાર માટે નિઃશુલ્ક સુવિધા ન હોવાથી ગરીબ દર્દીઓને ધારપુર સુધી લાંબા થવું પડે છે. જો કે હાલમાં સીવીલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ સેન્ટર કાર્યરત થયા બાદ દર્દીઓનો ઘસારો વધી જવા પામ્યો છે. આ ડાયાલીસીસ સેન્ટરમાં રોજના 10 થી 15 દર્દીઓને ડાયાલીસીસ સારવાર કરવામાં આવી રહી છે. તો અહીંયા આવતા ડાયાલીસીસના દર્દીઓને સારવારની સાથે સાથે મનોરંજન મળી રહે તે માટે દરેક બેડ આગળ ટીવી સ્કીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
વર્ષ 2021 ના ઓકટોબર મહિનામાં શરુ થયેલ આ ડાયાલીસીસ સેન્ટરના માત્ર 3 મહિનામાં જ 444 દર્દીઓએ તેનો લાભ લીધો હતો. ત્યારબાદ વર્ષ 2022 માં કુલ 2227 વર્ષ 2023 માં 4871 અને વર્ષ 2024 ના જાન્યુઆરીથી એપ્રિલ મહિના દરમ્યાન 1800 દર્દીઓએ કીડનીનું ડાયાલીસીસ કરાવી સારવાર મેળવી છે.
આમ છેલ્લા 3 વર્ષના સમયગાળા દરમ્યાન સીવીલ હોસ્પિટલના ડાયાલીસીસ સેન્ટરમાં કુલ 9338 દર્દીઓએ ડાયાલીસીસ કરાવી સારવાર મેળવી છે. નોંધનીય છે કે આ ડાયાલીસીસ સેન્ટરમાં અઠવાડીયામાં 3 વખત તજજ્ઞ ડોકટર દ્વારા દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવે છે..તો આ સેન્ટરમાં ડાયાલીસીસ સહિત મેડીસીન દવાઓ પણ દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ ડાયાલીસીસ સેન્ટર આર્શીવાદરૂપ સાબિત થઇ રહ્યું છે.