હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના વ્યક્ત કરી છે.સાથે જ પૂર્વીય અને દક્ષિણ તટીય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધી ગયો છે, બીજી તરફ માવઠાનો વધુ એક રાઉન્ડ ગુજરાતમાં આવવાની આગાહી છે. હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જે અનુસાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 7 ડિસેમ્બર સુધી માવઠાંની અસર જોવા મળશે.
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના વ્યક્ત કરી છે.સાથે જ પૂર્વીય અને દક્ષિણ તટીય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આજથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની આગાહી પણ કરી છે. તો અંબાલાલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે.