News Updates
GUJARAT

નદીમાં પ્રદૂષણ:વિશ્વ પર્યાવરણ દિવસે જ અંકલેશ્વરના ઉછાલી ગામની અમરાવતી નદીમાં અસંખ્ય માછલીઓના મોત

Spread the love

અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતી અમરાવતી નદીમાં વિશ્વ પર્યાવરણ દિવસે અસંખ્ય માછલીઓનું મૃત્યુ થતાં પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાઈ ગયો છે. ગત વર્ષે પણ અમરાવતી ખાડીમાં આજના દિવસે જ અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું હતું. અગાઉ NGT કોર્ટે નોટિફાઈડને દંડ ચૂકવવાનો હુકમ કર્યો હતો.તેમ છતાંય કેમીકલના કારણે પુનઃ માછલીઓના મોતના કારણે લોક ચર્ચાનો વિષય બન્યો છે.

આ જ દિવસે ગયા વર્ષે પણ માછલીઓના મોત નિપજ્યા હતાં
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને પર્યાવરણની રક્ષા માટે જાગૃતિ ફેલાવવા આ દિવસે અનેક પ્રોગ્રામો કરવામાં આવે છે. ત્યારે આજે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસેથી વહેતી અમરાવતી નદીમાં અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું છે. ગત વર્ષે પણ આ અમરાવતી ખાડીમાં આજ દિવસે એટલે કે વિશ્વ પર્યાવરણના દિવસે જ અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું હતું. આ બનાવની ફરિયાદ તે સમયે સરકારી વિભાગો અને NGT કોર્ટમાં પણ થઇ હતી.જેની તપાસ થઇ છે અને NGT કોર્ટ દ્વારા અંકલેશ્વરની નોટિફાઈડ વિભાગની કચેરી વિરુદ્ધ નાણાકીય દંડ ચુકવવાના હુકમો કર્યો હતો. તેમ છતાં આ ઘટનાનું એજ દિવસે ફરી પુરાવર્તન થયું છે.

વારંવાર બનતી ઘટનાઓ ચિંતાજનક અને દુઃખદ છે
ગત રોજ વરસેલા ઓછા વરસાદમાં પણ અમુક ઓદ્યોગિક વસાહતોમાંથી પ્રદુષિત પાણી મુખ્ય માર્ગો પર અને ખાડીઓ તરફ વહેતા નજરે દેખાયા હતા. જેની તપાસ અને કાર્યવાહી જીપીસીબી તરફથી કરવામાં આવી હતી. આ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે,અમરાવતી ખાડીમાં વિશ્વ પર્યાવરણના દિવસે માછલીઓના મૃત્યુનું પુનરાવર્તન થયું છે. ગત વર્ષે આજ દિવસે આવી જ ઘટના બની હતી.તે પર્યાવરણ માટે આ ચિંતાજનક અને દુઃખદ બાબત છે.


Spread the love

Related posts

વેરાવળમાં દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ : ભારે પવન સાથે 5 ઇંચ વરસાદ, દરિયા કિનારે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

Team News Updates

લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપનો ભરતી મેળો યથાવત, કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ કરનાર અધ્યાપકો ભાજપમાં જોડાયા

Team News Updates

10 ધોરણ પાસ મેળવી શકે છે ખાતર-બિયારણની દુકાનનું લાઈસન્સ, જાણો કેવી રીતે કરવી અરજી

Team News Updates