News Updates
ENTERTAINMENT

CRICKET:જર્મનીમાં કુલદીપ યાદવે  સર્જરી કરાવી,ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બહાર હતો ઈજાના કારણે

Spread the love

ટીમ ઈન્ડિયાનો એક મહત્વનો ખેલાડી છેલ્લા કેટલાક દિવસથી (Groin)ની ઈજાથી ઝઝુમી રહ્યો હતો. આ ખેલાડીએ જર્મનીમાં સર્જરી કરાવી છે. ખેલાડી છેલ્લી વખત ન્યુઝીલેન્ડ સીરિઝ દરમિયાન રમતો જોવા મળ્યો હતો.

ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરુઆત 22 નવેમ્બરથી થઈ ચૂકી છે. બંન્ને ટીમો વચ્ચે 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ સીરિઝની શરુઆત પહેલા ટીમ ઈન્ડિયાના એક ખેલાડી સાથે જોડાયેલા સમાચાર સામે આવી રહ્યા છે.

આ ખેલાડી છેલ્લા કેટલાક સમયથી ઈજાથી ઝઝુમી રહ્યો છે. જેના કારણે ભારતીય સિલેક્ટરે આ ખેલાડીને ઓસ્ટ્રેલિયા માટે પસંદ કર્યો નથી. હવે આ ખેલાડીની વિદેશમાં સર્જરી થઈ ગઈ છે.થોડા સમયમાં કુલદીપ યાદવ મેદાનમાં રમતો જોવા મળશે.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવ લાંબા સમયથી ડાબા ગ્રોઈન સર્જરી (Groin)થી પીડાઈ રહ્યો હતો. આ ઈજાને કારણે તે ન્યૂઝીલેન્ડ સિરીઝની તમામ મેચ રમી શક્યો નહોતો. હવે કુલદીપ યાદવે ખુદ સર્જરી થઈ ચૂકી છે તેની જાણકારી આપી છે.

તમને જણાવી દઈએ કે, કુલદીપ યાદવે ગ્રોઈન સર્જરી જર્મનીમાં કરાવી છે. કુલદીપ યાદવને આઈપીએલ 2025 મેગા ઓક્શન પહેલા જ દિલ્હી કેપિટલ્સે રિટેન કર્યો છે. ત્યારે તેના પર ઓક્શનમાં કોઈ દબાવ નથી.

દિલ્હી કેપિટલ્સે કુલદીપ યાદવને 13 કરોડ રુપિયામાં રિટેન કર્યો છે. તે ગત્ત સીઝનથી સતત ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ સર્જરી બાદ તે ફ્રેબુઆરી સુધી મેદાનમાં પરત ફરી શકે છે. કારણ કે, ટીમ ફેબ્રુઆરી -માર્ચમાં ચેમ્પિયન ટ્રોફી રમશે.


Spread the love

Related posts

ભારત-પાકની વર્લ્ડ કપ મેચ અમદાવાદમાં રમાશે:ઓપનિંગ મેચ ઇંગ્લેન્ડ Vs ન્યૂઝીલેન્ડ, BCCIએ ICCને શિડ્યૂલ ડ્રાફ્ટ મોકલ્યો

Team News Updates

અમદાવાદમાં જામશે પ્રો કબડ્ડીનો જંગ, પ્રો કબડ્ડી લીગની ટિકિટની કિંમત કેટલી હશે, જાણો ઓનલાઈન ટિકિટ ક્યાં બુક કરવી

Team News Updates

13 મહિનાથી નથી રમી ટેસ્ટ મેચ, ઈંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમમાં કરશે કમબેક!

Team News Updates