News Updates
BUSINESS

દુનિયાના TOP-20 અબજોપતિની યાદીમાં ગૌતમ અદાણીને ફરી સ્થાન મળ્યું, રાજીવ જૈનનું રોકાણ અદાણીને ફળ્યું

Spread the love

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, $2.17 બિલિયનના વધારા સાથે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (ગૌતમ અદાણી નેટ વર્થ)ની નેટવર્થ હવે વધીને $61.4 બિલિયન થઈ ગઈ છે.

ભારતીય (indian) અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ (Gautam Adani) વિશ્વના (world) ટોચના અમીરોની યાદીમાં ફરી સ્થાન મળ્યું છે. ગૌતમ અદાણીની સંપતિમાં થયેલા વધારાને પગલે તેમણે ચાર સ્થાનો વટાવી દીધા છે. આ સાથે જ ગૌતમ અદાણીએ દુનિયાના ટોપ-20 અમીરોની યાદીમાં  ફરી એન્ટ્રી કરી લીધી છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં છેલ્લા કેટલાક કલાકોમાં જ 2.17 અબજ ડોલર એટલે કે લગભગ 17 હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે.

નોંધનીય છેકે ગૌતમ અદાણીની સંપતિમાં હિંડનબર્ગના રિપોર્ટ બાદ નોંધપાત્ર રીતે ઘટાડો નોંધાયો હતો. 24 જાન્યુઆરી 2023 બાદ ગૌતમ અદાણીની સંપતિમાં થયેલા ઘટાડા પછી ફરી એકવાર તેમની સંપતિમાં અધધ વધારો નોંધાયો છે. આ બાદ અનુભવી રોકાણકાર GQG પાર્ટનર્સના CEO રાજીવ જૈન દ્વારા ગૌતમ અદાણીની કંપનીને સમર્થન મળ્યું હતું. જેનો લાભ આખરે ગૌતમ અદાણીને થતો જોવા મળી રહ્યો છે.

અત્યારે ગૌતમ અદાણીની સંપતિ કેટલી છે ? 

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર,  ગૌતમ અદાણીની સંપતિમાં $ 2.17 બિલિયનનો વધારો નોંધાયો છે. જેથી ગૌતમ અદાણીની સંપતિ આ સાથે $ 61.4 બિલિયન પર પહોંચી ગઇ છે. આ આંકડા સાથે તેઓ ટોપ-20 અબજોપતિની યાદીમાં 19માં સ્થાને પહોંચી ગયા છે. નોંધનીય છેકે આ વર્ષે અદાણીની પ્રોપર્ટીમાં વર્ષની શરૂઆતથી જબરદસ્ત ઘટાડો નોંધાયો હતો. તે આ વર્ષે અત્યાર સુધી સંપત્તિ ગુમાવવામાં મોખરે છે અને તેની નેટવર્થમાં $59.1 બિલિયનનો ઘટાડો થયો છે.

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ખરાબ રીતે પટકાયા હતા

અનુભવી રોકાણકાર અને GAQG પાર્ટનર્સના CEO, રાજીવ જૈને હિંડનબર્ગ રિપોર્ટ બાદ ફસાયેલા અદાણી ગ્રુપને ટેકો આપવા માટે જૂથની ચાર કંપનીઓમાં મોટું રોકાણ કર્યું હતું. જે બાદ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર જોવા મળી હતી, અને આ તમામ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી. રાજીવ જૈને આ વર્ષમાં અત્યાર સુધીમાં બે વાર અદાણીના શેરમાં રોકાણ કર્યું છે અને તેમનો વિશ્વાસ હજુ પણ અકબંધ છે.


Spread the love

Related posts

ગૌતમ અદાણીને લાગી લોટરી ! 21,580 કરોડ આવશે ખાતામાં ! મોટા સ્તરે ચાલી રહી છે ચર્ચા

Team News Updates

સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટ્યો,નિફ્ટી 19,550 ની નીચે બંધ રહ્યું, બર્જર પેઈન્ટ્સ 5% અને ટેકએમ 4% ઘટ્યા

Team News Updates

42 લાખ કરોડ વધી 1% અમીરોની સંપત્તિ:ઓક્સફેમે અહેવાલ બહાર પાડ્યો; અમેરિકા સમર્થન નથી આપી રહ્યું,ઘણા દેશો ટેક્સ વધારવાના પક્ષમાં

Team News Updates