News Updates
NATIONAL

બાલાસોર ટ્રેન દુર્ઘટના મામલે CRS રિપોર્ટમાં મોટો ખુલાસો, કહ્યું- લોકેશન બોક્સના વાયરિંગમાં હતી ગડબડી

Spread the love

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના મામલે તપાસની જવાબદારી ‘કમિશ્નર ઑફ રેલવે સેફ્ટી’ (CRS)ને સોંપવામાં આવી હતી. જેમાં હવે CRSએ રિપોર્ટ જાહેર કર્યો છે.

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના મામલે તપાસની જવાબદારી ‘કમિશ્નર ઑફ રેલવે સેફ્ટી’ (CRS)ને સોંપવામાં આવી હતી. જેમાં હવે CRSએ રિપોર્ટ જાહેર કર્યો છે. CRSને તપાસમાં જાણવા મળ્યું છે કે રેલ દુર્ઘટનાનું કારણ અનેક સ્તરે ક્ષતિઓ હતી.

SRC તપાસનો અહેવાલ દર્શાવી રહ્યો છે કે લેવલ-ક્રોસિંગ લોકેશન બૉક્સની અંદર વાયરનું ખોટી રીતે લેબલિંગ કરવામાં આવ્યું હતુ જે જો કે વર્ષોથી શોધી શકાતું ન હતુ. મેન્ટેનન્સ વખતે પણ તેમાં ક્ષતિ હતી. જો આ ખામીઓને અવગણવામાં ન આવી હોત તો આ મોટી દુર્ઘટના ટાળી શકાઈ હોત.

અકસ્માતમાં સિગ્નલિંગ વિભાગ જવાબદાર

મીડિયા રિપોર્ટ મુજબ ઓડિસામાં થયેલ આ મોટા અકસ્માત માટે સિગ્નલિંગ વિભાગને પ્રાથમિક રીતે જવાબદાર ગણવામાં આવ્યો છે. આ સાથે તે સમયના સ્ટેશન માસ્ટરને પણ આ દુર્ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, કારણ કે તે સિગ્નલિંગ કંટ્રોલ સિસ્ટમમાં ‘અસામાન્ય વ્યવહાર’ને શોધવામાં નિષ્ફળ રહ્યા હતો. જો સ્ટેશન માસ્ટરે ખામી પહેલા જ શોધી કાઢી હોત તો અકસ્માતને અટકાવી શકાયો હોત.

તમનેે જણાવી દઈએ તો મોટી દુર્ઘટના  2 જૂને ઓડિશાના બાલાસોરમાં થઈ હતી જે ટ્રેન દુર્ઘટનામાં 293 લોકોના મોત થયા હતા, જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ થયા હતા. જે બાદ સતત બચાવની કામગીરી ચાલી રહી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ બાલાસોર દુ્ર્ઘટનાના પીડિતોને મળવા પહોચ્યાં હતા.

રિપોર્ટમાં કઇ કઈ ભૂલો આવી સામે?

CRSને તપાસ સોંપવામાં આવી હોવાની માહિતી મળી હતી જે બાદ આજે CRSએ રિપોર્ટ ગયા અઠવાડિયે રેલવે બોર્ડને સુપરત કર્યો હતો. આ મુજબ, સ્થળ પર હાજર સિગ્નલિંગ સ્ટાફે જણાવ્યું હતું કે અકસ્માતના દિવસે લેવલ ક્રોસિંગ પર ‘ઇલેક્ટ્રિક લિફ્ટિંગ બેરિયર’ બદલતી વખતે તેમને ટર્મિનલ પર ખોટા અક્ષરો જેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

જે બાદ ટ્રેનનો ‘પોઇન્ટ’ એટલે કે મોટરવાળો ભાગ જે ટ્રેનને એક ટ્રેકથી બીજા ટ્રેક પર લઈ જાય છેની સ્થિતિ દર્શાવતી સર્કિટ પણ અગાઉ બદલાઈ હતી. તમામ વાયરને જોડતા લોકેશન બોક્સમાં ગડબડી હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો જેનો અર્થ છે કે તેઓ દરેક કાર્ય વિશે ખોટી માહિતી આપતા હતા.


Spread the love

Related posts

અલ નીનો એક્ટિવ, શિયાળાની પેટર્ન બદલાઈ:આગામી ત્રણ મહિનામાં દિવસનું તાપમાન 4-5 ડિગ્રી વધુ નોંધાઈ શકે છે

Team News Updates

CRPFના 50થી વધારે કમાન્ડો, 15થી વધુ પર્સનલ સિક્યોરિટી ગાર્ડ, જાણો મુકેશ અંબાણી પાસે કેવી છે સુરક્ષા વ્યવસ્થા?

Team News Updates

કેપ્ટનની શિફ્ટ પૂરી થતા ફ્લાઈટ ટેક ઓફ ન કરી, અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટના 170 મુસાફર રઝળી પડ્યા

Team News Updates