News Updates
ENTERTAINMENT

અરશદ-સંજય દત્તની જોડી ફરી જોવા મળશે:અક્ષય કુમાર ફરી કરશે ‘વેલકમ’, અરશદ વારસીએ કહ્યું, ‘વેલકમ 3 તમે વિચારો છો તેના કરતાં મોટી હશે’

Spread the love

2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વેલકમ’ને કોણ ભૂલી શકે?. આજે પણ આ ફિલ્મ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહેવાલ છે કે, આ ફિલ્મનો ત્રીજો ભાગ બનવા જઈ રહ્યો છે. અભિનેતા અરશદ વારસીએ આ વાતની પુષ્ટિ કરી છે.

અરશદે કહ્યું કે’ વેલકમ 3 લાર્જર ધેન લાઈફ’ ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત અને પરેશ રાવલ પણ જોવા મળશે. અક્ષય કુમારે વેલકમના પહેલા ભાગમાં કામ કર્યું હતું. વેલકમ 2 માં, તેને જ્હોન અબ્રાહમ દ્વારા રિપ્લેસ કરવામાં આવ્યો હતો. જોકે આ ફિલ્મ કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી.

અરશદે કહ્યું- આ ફિલ્મ ‘લાર્જર ધેન લાઈફ’ ફીલ આપશે
હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતાં અરશદે કહ્યું, ‘ફિલ્મનો ક્લાઈમેક્સ તમારી કલ્પના બહારનો હશે. આ ફિલ્મ થિયેટરમાં લાર્જર ધેન લાઈફ ફીલ આપશે. ફિલ્મમાં હું, અક્ષય કુમાર, સંજુ અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળીશું. આ સિવાય પણ ઘણા કલાકારો જોવા મળશે.’

અરશદ પૈસા માટે નાના રોલ નથી કરતો
અરશદ ઘણા સમયથી મોટા પડદા પર જોવા મળ્યો નથી. કારણ જણાવતાં અરશદે કહ્યું, ‘સિનેમાનો માહોલ બદલાઈ ગયો છે. હવે જે ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે તે બધી સુપરહીરો ફિલ્મો છે.

આવી મોટી ફિલ્મોમાં નાના રોલ કરવા મને સમજાતું નથી. આ ફિલ્મોમાં મને ખૂબ પૈસા મળતા હતા.પરંતુ, મારા માટે સંતોષ વધુ મહત્ત્વનો છે.

‘જોલી એલએલબી 2′ માં મેકર્સ મોટા સ્ટારને કાસ્ટ કરવા માગતા હતા’
અરશદને એ પણ પૂછવામાં આવ્યું કે કયા કારણોથી જોલી એલએલબી ​​​​​​2માં તેને ​​​​​​​​​​​​​​રિપ્લેસ ​​​​​કરવામાં આવ્યો. જવાબમાં અરશદ કહે છે, ‘મને લાગે છે કે, મેકર્સ ફિલ્મને મોટી બનાવવા માગતા હતા. શક્ય છે કે, પ્રોડક્શનના લોકોએ કોઈ મોટો સ્ટાર લેવો પડે. જોકે પહેલા ભાગમાં મારું કામ લોકોને પસંદ આવ્યું હતું. તેથી જ હું હવે પાછો આવ્યો છું. લોકો મને અને અક્ષયને સાથે જોવાનો આનંદ માણશે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થશે’.

જણાવી દઈએ કે, અક્ષય અને અરશદ ‘જોલી એલએલબી 3’ માં સાથે જોવા મળશે.

‘અસુર 2’ માં અરશદ વારસી જોવા મળ્યો
અરશદ વારસીની તાજેતરમાં મોસ્ટ અવેઇટેડ વેબ સિરીઝ ‘અસુર ‘2 નું સ્ટ્રીમિંગ શરૂ થયું છે. લોકો ઘણા સમયથી આ શોની રાહ જોઈ રહ્યા હતા. પ્રથમ સિઝન 2020માં આવી હતી. આ શોમાં અરશદ ધનંજય રાજપૂત નામના સીબીઆઈ ઓફિસરના પાત્રમાં હતો.


Spread the love

Related posts

જસપ્રીત બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ:BCCI સેક્રેટરી શાહે કહ્યું- ટૂંક સમયમાં ભારતીય ટીમમાં કમબેક કરશે; વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર થશે

Team News Updates

IND vs ENG ટેસ્ટ સિરીઝ વચ્ચે T20 લીગ રમવા ગયો આ ખેલાડી, ઈંગ્લેન્ડનો ચોંકાવનારો નિર્ણય

Team News Updates

બાળપણની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ, ક્રિકેટર બન્યો પૂર્વ ક્રિકેટરનો જમાઈ

Team News Updates