News Updates
ENTERTAINMENT

SPORT:છોકરામાંથી છોકરી બન્યો ભારતીય ક્રિકેટર સંજય બાંગરનો પુત્ર

Spread the love

એક સમયના દિગ્ગજ ભારતીય ક્રિકેટર સંજય બાંગરના પુત્ર વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના પુત્રના હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન વિશે જણાવવામાં આવી રહ્યું છે. લગભગ 10 મહિના સુધી ચાલેલી પ્રક્રિયા બાદ હવે સંજય બાંગરનો પુત્ર આર્યન, અનાયા બની હોવાની માહિતી સામે આવી રહી છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરના પુત્ર આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ સ્વરૂપે સામે આવ્યો હોવાનુ મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે. જેના દ્વારા તેના વિશે એક રસપ્રદ વાત સામે આવી છે. આ વીડિયો તેની હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન જર્નીનો છે. સરળ શબ્દોમાં કહીએ તો, જે વીડિયો સામે આવ્યો છે તે બાંગરના પુત્ર આર્યનના છોકરામાંથી છોકરીમાં રૂપાંતરિત થયેલ છે.

આર્યન બાંગરે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં તેની વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને તેના પિતા સાથેની તસવીરો છે. હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન પછીના કેટલાક ફોટા પણ તેમા છે. 10 મહિનાની સર્જરી બાદ આર્યન હવે અનાયા બની ગઈ છે.

આર્યન બાંગર પણ તેના પિતાની જેમ ક્રિકેટર છે. તે ડાબોડી બેટ્સમેન છે અને સ્થાનિક ક્રિકેટ ક્લબ, ઈસ્લામ જીમખાના માટે ક્રિકેટ રમે છે. આ સિવાય તેણે લિસેસ્ટરશાયરમાં હિંકલે ક્રિકેટ ક્લબ માટે પણ ઘણા રન બનાવ્યા છે.

છોકરીમાં પરિવર્તિત થવાનો અર્થ એ છે કે આર્યન હવે અનાયા બનીને ખુશ છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે ક્રિકેટ રમવાનું મારું સપનું પૂરું કરવા માટે મેં ઘણા બલિદાન આપ્યા છે. પરંતુ આ રમત સિવાય એક પ્રવાસ પણ છે, જે મારી પોતાની શોધ સાથે સંબંધિત છે. મારી આ સફર સરળ રહી નથી. પરંતુ, આમાંનો વિજય મારા માટે અન્ય તમામ બાબતો કરતાં મોટો છે.

અનાયા હાલમાં ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રહે છે તે ત્યાંની એક કાઉન્ટી ક્લબ માટે ક્રિકેટ પણ રમે છે. જોકે, તે કઈ ક્રિકેટ ક્લબનો ભાગ છે તે ચોક્કસ કહી શકાય નહીં. પરંતુ, તેની ઇન્સ્ટાગ્રામ રીલ દર્શાવે છે કે તેણે ત્યાં રમાયેલી મેચમાં 145 રન પણ બનાવ્યા છે.


Spread the love

Related posts

ભોજપુરીના શાહરૂખ-સલમાન હતા મનોજ અને રવિ કિશન:એકબીજાથી આગળ જવાની સ્પર્ધા હતી, મનોજે કહ્યું, ‘રવિ મારા હાથનો માર ખાવા માંગતો ન હતો’

Team News Updates

Asian Gamesમાં ભારતે લખી સફળતાની નવી ગાથા, PM મોદીએ કહ્યું ‘ગર્વની ક્ષણ’

Team News Updates

સાનિયા મિર્ઝાના દીકરા ઇઝહાને સ્કૂલે જવાનું બંધ કર્યું:પિતા શોએબ મલિકના ત્રીજા લગ્નને કારણે વિદ્યાર્થીઓ ક્લાસમાં પરેશાન કરી રહ્યા છે

Team News Updates