બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનના કરિયરમાં બે એવી ફિલ્મો આવી જેના કારણે તેમની લાઈફમાં અનેક પ્રકારના ફેરફાર થયા હતા. પહેલી ફિલ્મ હતી ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ જેમણે કાર્તિકને A-લિસ્ટ અભિનેતાઓની શ્રેણીમાં રાખી દીધો અને બીજી ફિલ્મ હતી ‘ભૂલ ભુલૈયા 2’ જેના કારણે તેમની કરિયરમાં વધુ સફળતા મળી હતી.
જો કે, આ દરમિયાન એક ફિલ્મ આવી હતી ‘શહજાદા’ જે ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. આ ફિલ્મ 2020ની સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘આલા વૈકુંઠપુરમલો’ની રિમેક હતી.
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કાર્તિકે ફિલ્મની નિષ્ફળતા અને ફિલ્મમાંથી શું શીખ્યા તે વિશે વાત કરી હતી. એક્ટરે કહ્યું કે આ ફિલ્મ કદાચ રીમેક હોવાને કારણે ફ્લોપ રહી હતી.
હું ફરી ક્યારેય રીમેક નહીં કરું : કાર્તિક
‘બીબીસી એશિયન નેટવર્ક’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કાર્તિકે કહ્યું, ‘આ ફિલ્મ ફ્લોપ થયા પછી મને સૌથી મોટી શિખામણ એ મળી હતી કે હું હવે રિમેક નહીં કરું. આ પહેલીવાર હતું જ્યારે મેં રિમેકમાં કામ કર્યું હતું.
મને કંઈક નવો અનુભવ મળ્યો હતો, હું તે કેમેરા અને સ્ક્રીન પર કરી રહ્યો હતો, તેથી તે એક અલગ અનુભવ હતો.
એ જ વાર્તા ફરીથી જોવા લોકો થિયેટરોમાં કેમ જશે?
શૂટિંગ કરતી વખતે મને કંઈ લાગ્યું નહોતું, પરંતુ શૂટિંગ પછી લાગ્યું કે આ કંઈક છે જે લોકોએ જોઈ લીધું છે. તો શા માટે તેઓ તેને ફરીથી જોવા પૈસા ખર્ચીને થિયેટરોમાં જશે? તો આ ફિલ્મમાંથી મને સૌથી મોટો પાઠ મળ્યો છે.
ફિલ્મ ‘શહજાદા’એ વિશ્વભરમાં 47.43 કરોડની કમાણી કરી હતી. તે જ સમયે, તેણે ભારતીય બોક્સ ઓફિસ પર 38.33 કરોડ રૂપિયાની કમાણી કરી.