News Updates
RAJKOT

લોકાર્પણ માટે નેતાજી પાસે સમય જ નથી!:રાજકોટના ભાવનગર રોડ પર સેટેલાઈટ બસ સ્ટેશન 6 માસથી તૈયાર; 4.50 કરોડના ખર્ચે 1326 ચો.મી.માં 13 પ્લેટફોર્મ બનાવ્યા

Spread the love

રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને રાજકોટ શહેર પણ દિવસેને દિવસે ચારેય દિશામાં આગળ પથરાઈ રહ્યું છે. ત્યારે એક બાદ એક માળખાકીય સુવિધામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. રાજકોટના ઢેબર રોડ પર બસપોર્ટ બન્યા બાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ બસસ્ટેન્ડ બનાવવા સરકારે જાહેરાત કર્યા બાદ રાજકોટના ભાવનગર રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશન છેલ્લા 6 મહિનાથી તૈયાર થઇ ગયું છે. આમ છતાં રાજકીય નેતાના સમયની વાટે લોકાર્પણ નથી થઇ શકતું. આ બસ સ્ટેન્ડ 1326 ચોરસ મીટર જગ્યામાં 13 પ્લેટફોર્મ સાથે 4.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.

1326 ચોરસ મીટર જગ્યામાં સેટેલાઈટ બસ સ્ટેશન તૈયાર
રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલા મુખ્ય બસપોર્ટ પરનું ભારણ ઘટાડવા માટે ભાવનગર રોડ પર અમૂલ સર્કલ પાસે 1326 ચોરસ મીટર જગ્યામાં સેટેલાઈટ બસ સ્ટેશન તૈયાર થઇ ગયું છે. જ્યાં દરરોજ 200 બસની અવરજવર રહેશે. જ્યાંથી જસદણ, આટકોટ, અમરેલી, ભાવનગર જતી બસ મળશે અને ત્યાંથી આવતી બસ અન્ય કોઈ જગ્યાએ જતી હશે તો તેની ફ્રિકવન્સી પણ મળશે. છેલ્લા 6 મહિનાથી તૈયાર આ બસ સ્ટેશન તૈયાર થઇ ગયું છે, પરંતુ લોકાર્પણ માટેનું મુહૂર્ત ન આવતા બસસ્ટેન્ડ ધૂળ ખાઈ રહ્યું છે.

અલગથી મહિલા આરામગૃહ બનાવવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે, નવા બનેલા આ સેટેલાઈટ બસ સ્ટેશનમાં વિદ્યાર્થી અને મુસાફર પાસ, ઓનલાઈન ટિકિટ બૂકિંગ, એનાઉન્સમેન્ટ, ફાયર અલાર્મની સાથે નાના બાળકોને માતાએ ફીડીંગ કરાવવું હોય તો તે માટે અલગ રૂમ અને મહિલાઓ માટે અલગથી મહિલા આરામગૃહ પણ બનાવવામાં આવ્યું છે.


Spread the love

Related posts

વિરોધ બાદ ધમકીનો મારો:ધીરેન્દ્ર શાસ્ત્રીને તાંત્રિક ગણાવનાર પુરુષોત્તમ પીપળીયાને ફોન પર ધમકીઓ, કહ્યું-ધર્મ નહીં ધતિંગનો વિરોધ યથાવત રહેશે

Team News Updates

હીરાસર એરપોર્ટમાં અપૂરતી સુવિધાથી વિવાદ:એરપોર્ટ શરૂ કરવામાં ઉતાવળ થઈ, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શરૂ કર્યું હોત તો મુસાફરોને અગવડ ન પડતઃ રાજકોટ ઓથોરિટીએ સ્વીકાર્યું

Team News Updates

નવા મેયરના પ્રથમ જનરલ બોર્ડમાં જ વિપક્ષનું વોકઆઉટ:ભાજપનાં કોર્પોરેટરોએ જ દબાણ હટાવની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા, પ્રશ્નો પૂછવા ન દેતા હોવાનો આક્ષેપ કરી વિપક્ષે હોબાળો કર્યો

Team News Updates