AAP નેતા રાઘવ ચડ્ડા અને અભિનેત્રી પરિણીતી ચોપરા ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્નના ફંક્શન પણ 23 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે. અહીં આ અંગેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દરમિયાન શુક્રવારે સવારે બંને ઉદયપુર પહોંચી ગયા છે. આ પહેલા બંને દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
અહીં આવનાર કપલના સ્વાગત માટે ઉદયપુર એરપોર્ટ પર શાહી તૈયારીઓ પણ કરવામાં આવી હતી. ઢોલ-નગારાં સાથે તેમનું સ્વાગત કરવા માટે લોકો સવારથી જ અહીં ઊભા રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, લગ્નમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ અને 4 સીએમ પણ હાજરી આપશે. મહેમાનોના આગમનની પ્રક્રિયા પણ આજથી જ શરૂ થઈ જશે.
એરપોર્ટ પર ઢોલ-નગારાં સાથે સ્વાગત કરવામાં આવ્યું
યુગલ સવારે 9:30 વાગ્યે ઉદયપુરના ડબોકમાં મહારાણા પ્રતાપ એરપોર્ટ પર ઊતર્યું હતું. અહીં હોટેલ સ્ટાફ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજસ્થાની સ્ટાઈલમાં આ વેલકમ જોઈને કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું હતું. પરિણીતીએ લાલ સૂટ પહેર્યો હતો. બંનેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજસ્થાન પોલીસની સાથે પંજાબના બોડી ગાર્ડ પણ અહીં તૈનાત કરવામાં આવ્યા હતા.
તેઓ એરપોર્ટથી સીધા જ હોટેલ લીલા પેલેસ જવા રવાના થયા હતા. વાસ્તવમાં, આ હોટેલ તળાવની વચ્ચે બનેલી છે. આવી સ્થિતિમાં, અપેક્ષા છે કે બંને એરપોર્ટથી સિટી પેલેસ તરફ જશે. અને, તેઓ અહીંની જેટી પરથી બોટ લઈને લીલા પેલેસ હોટેલ જશે. એરપોર્ટથી જેટી સુધી ખાસ સુરક્ષા હાજર રહેશે. આટલું જ નહીં શાહી લગ્નને ધ્યાનમાં રાખીને તળાવની વચ્ચે સુરક્ષા ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 100 થી વધુ ખાનગી ગાર્ડ પણ આ કાર્યક્રમ પર નજર રાખશે.
દિલ્હીના સીએમ કેજરીવાલ સહિત અનેક રાજનેતાઓ પણ આવશે.|
આ શાહી લગ્નમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન ઉપરાંત દેશના અન્ય રાજનેતાઓ પણ હાજરી આપશે. દિલ્હી અને પંજાબના સીએમ શનિવારે સાંજે 23 સપ્ટેમ્બરે ઉદયપુર પહોંચશે. સીએમ કેજરીવાલ 23 સપ્ટેમ્બરે સાંજે 5:30 વાગ્યે ઉદયપુર એરપોર્ટ પહોંચશે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ લેક પેલેસમાં જ રોકાશે અને લગ્નની વિધિઓમાં ભાગ લેશે. 25 સપ્ટેમ્બર, સોમવારે સવારે 11.45 કલાકે ઉદયપુરથી દિલ્હી જવા રવાના થશે. આ સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી પણ 24 સપ્ટેમ્બરે આ લગ્ન સમારોહમાં ભાગ લેશે. આ ઉપરાંત છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ હાજર રહેશે.
પર્લ વ્હાઇટ થીમ ડેકોરેશન
પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢાનો પરિવાર બે અલગ-અલગ હોટલમાં રોકાશે. રાઘવનો પરિવાર લેક પેલેસમાં રહેશે જ્યારે પરિણીતિનો પરિવાર હોટેલ લીલામાં રહેશે.રાઘવ લગ્નનો વરઘોડો લઈને હોટેલ તાજ લેક પેલેસથી હોડી દ્વારા હોટેલ લીલા પહોંચશે, જ્યાં આ શાહી લગ્ન માટે પર્લ વ્હાઇટ વેડિંગ થીમ રાખવામાં આવી છે. સમગ્ર ડેકોરેશન પણ વ્હાઇટ થીમ પર હશે. હોટલને સજાવવા માટે દિલ્હી અને કોલકાતાથી ખાસ ફૂલો મગાવવામાં આવ્યા છે.
સંગીત સેરેમની 90ની થીમ પર હશે
23 સપ્ટેમ્બર, 2023 ના રોજ ‘ચૂડા સમારોહ’ પછી, બપોરે લીલા પેલેસમાં મહેમાનો માટે લંચની વ્યવસ્થા કરવામાં આવી છે. તે જ સાંજે એક સંગીત સેરેમની હશે, જેની થીમ 90ના દાયકા પર હશે. સાંજે 90 ના દાયકાના ગીતોથી શણગારવામાં આવશે.
એક નજરમાં જાણો લગ્નનું સંપૂર્ણ સમયપત્રક
23 સપ્ટેમ્બર, 2023
ચૂડા સમારોહ- સવારે 10 કલાકે
સંગીત- સાંજે 7 કલાકે
24 સપ્ટેમ્બર 2023
રાઘવની સેહરાબંધી બપોરે 1 કલાકે
વરઘોડો- બપોરે 2 કલાકે
વરમાળા બપોરે 3:30 કલાકે
ફેરા- 4 વાગ્યા
વિદાય- સાંજે 6:30 કલાકે
રિસેપ્શન- રાત્રે 8:30 કલાકે