સિડની ( Sydney)ની એક હોસ્ટેલમાં ઈ-સ્કૂટરમાં આગ ભભૂકી ઉઠ્યા બાદ અગ્નિશામકો અને છ ફાયર ટ્રકો તૈનાત કરવામાં આવ્યા હતા.આ વર્ષે ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટરમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે.
સિડની ( Sydney )માં ઈ-સ્કૂટરમાં આગ ભભૂકી ઉઠ્યા બાદ રૂમમાંથી બહાર નીકળતા બે લોકોનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. શેર કરવામાં આવેલ વિડિયોએ લોકોને ભયભીત અને ચિંતિત કર્યા છે. ફાયર એન્ડ રેસ્ક્યૂ એનએસડબલ્યુએ આ ભયાનક ઘટના વિશેનો વીડિયો પોસ્ટ કર્યો છે.સિડનીના ડાર્લિંગહર્સ્ટમાં હોસ્ટેલમાં બે યુવાન આગથી બચવા દોડી રહ્યા હતા.એવું માનવામાં આવે છે કે ઈ-બાઈકમાં વિસ્ફોટ થયો હતો,
આગ થોડી જ વારમાં કાબૂમાં આવી
સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ મુજબ એક વ્યક્તિને પગમાં ઈજા થઈ હતી અને તેને સેન્ટ વિન્સેન્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના બાદ, આગને કાબૂમાં લેવા ફાયર ફાઇટર તૈનાત કરવામાં આવ્યા હતા. સદભાગ્યે આગ થોડી જ વારમાં કાબૂમાં આવી હતી, પરંતુ હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓને દુર ખસેડવામાં આવ્યા હતા.
ઈ-સ્કૂટરમાં આગ ભભૂકી ઉઠી
ફાયર ફાઇટર ક્રૂ માને છે કે ખામીયુક્ત ઇ-બાઇક લિથિયમ-આયન બેટરીના કારણે વાહન ચાર્જ પર રહી ગયા બાદ આગ લાગી હતી. હાલમાં આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.આ વિડિયો 4 ઓક્ટોબરના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં તેને લગભગ લાખોમાં વ્યૂઝ મળી ચૂક્યા છે.
ઘટનાથી લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો
વર્ષ 2022ની સરખામણીએ 2023ના પ્રથમ આઠ મહિનામાં લિથિયમ-આયન બેટરીમાં આગની ઘટનાઓ વધુ હતી. સપ્ટેમ્બર મહિનામાં સિડનીના બરવુડમાં ગોલ્ફ-કાર્ટ શૈલીની બગ્ગીમાં વિસ્ફોટ થયો હતો. થોડા દિવસો અગાઉ, સિડની એરપોર્ટ પર ઇલેક્ટ્રિક વાહનોમાંથી એક લિથિયમ-આયન બેટરી વિસ્ફોટ થતાં પાંચ કારનો નાશ થયો હતો. જેથી ભાગ દોડી મચી હતી. આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો.ઓગસ્ટ મહિનામાં એક 54 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ તેના એપાર્ટમેન્ટમાં લિથિયમ-આયન બેટરીના વિસ્ફોટથી થયું હતું. ઝેરી ધુમાડો શ્વાસ ન લેવાથી તેનું મૃત્યુ થયું હોવાની શંકા છે.