News Updates
ENTERTAINMENT

ઓરીએ જ્હાન્વી સાથેનો ડાન્સ વીડિયો શેર કર્યો:અભિનેત્રીએ કહ્યું, ‘મિસ યુ ઓરી, રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ પણ કોમેન્ટ કરી!

Spread the love

અભિનેત્રી જ્હાનવી કપૂર અને ઓરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને ફિલ્મ બાજીરાવ મસ્તાનીના ગીત ‘પિંગા ગા પોરી’ પર ડાન્સ કરતા જોવા મળે છે. ઓરી અને જ્હાન્વી ખૂબ જ સારા મિત્રો છે. જ્હાન્વીના રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ ડાન્સ વીડિયો પર કોમેન્ટ કરી છે.

તેણે લખ્યું છે – રમકડું વિલન બન્યું. જ્હાન્વીએ ઓરી માટે કમેન્ટમાં પણ લખ્યું- બિગ બોસ-17 માટે મને ભૂલી ગયા. મિસ યુ

વાસ્તવમાં ઓરીએ બિગ બોસ-17માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી છે. આ કારણે જ્હાન્વીએ તેને ‘મિસ યુ’ લખ્યું હતું.

ઓરી કોણ છે?
ઓરીનું સાચું નામ ઓરહાન અવતારમણિ છે. મુંબઈમાં રહેતો ઓરી મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સ્પેશિયલ પ્રોજેક્ટ મેનેજર છે. તે રિલાયન્સ સાથે આંતરરાષ્ટ્રીય ફેશન બ્રાન્ડ્સના સહયોગનું પણ નેતૃત્વ કરે છે. આવી સ્થિતિમાં, તેમનું કામ પ્રમોશન અને માર્કેટિંગ માટે સેલેબ્સ સાથે સંબંધિત છે. ઓરહાન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના નજીકના મિત્રો પણ છે. સાથે કામ કરતી વખતે તેની અનેક સેલેબ્સ સાથે મિત્રતા થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર ઓરીનો દબદબો રહે છે
ઓરી ઘણીવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાર્ટીઓમાં જોવા મળે છે. અનન્યા પાંડે, જ્હાન્વી કપૂર, સારા અલી ખાન અને સુહાના ખાન ઓરીના મિત્રો છે. સ્ટાર કિડ્સ સાથે ઓરીના ફોટા સોશિયલ મીડિયા પર દરરોજ જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓરી અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સ્પેશિયલ પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે. તેઓ છેલ્લા છ વર્ષથી કંપની સાથે જોડાયેલા છે.


Spread the love

Related posts

સલમાન ખાનના પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી:બનેવીની સુરક્ષા માટે પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા, પ્રમોશન દરમિયાન આયુષ બુલેટપ્રૂફ કારમાં ટ્રાવેલ કરશે

Team News Updates

‘ફાઈટર’ના બિકીની સીન પર દીપિકા ટ્રોલર્સના નિશાને:યુઝર્સે કહ્યું,’મહિલા ફાઈટર પાઈલટ્સને બદનામ ન કરો’, મેકર્સે રિલીઝ કર્યું નવું પોસ્ટર

Team News Updates

બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ગાડી ટૉપ ગિયરમાં:જયસ્વાલ અને બુમરાહની સામે અંગ્રેજો ઢળી પડ્યા; ભારતે બીજા દિવસે 171 રનની લીડ લીધી

Team News Updates