News Updates
SURAT

ભરૂચ : દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી, 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા

Spread the love

દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઇલની પાઈપલાઈનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગના કારણે આકાશમાં કાળાડિબાંગ વાદળ છવાયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા 2 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાને ખનીજ તેલના દરિયા પર તરતાં ટાપુ સમાન માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં તેલના કુવા આવેલા છે સાથે તાલુકાની દહેજ જીઆઇડીસીની ઉત્પાદન પ્રક્રિયા માટે તેલ અને ગેસની જરૂરિયાત પાઈપલાઈન મારફતે પુરી પાડવામાં આવે છે.

દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઇલની પાઈપલાઈનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગના કારણે આકાશમાં કાળાડિબાંગ વાદળ છવાયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા 2 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયા હતા.

તંત્ર તરફથી સત્તાવાર માહીતીનો ઇંતેજાર

એકતરફ આકાશમાં ઉડતા કાળાડિબાંગ વાદળોએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાવ્યો હતો તો બીજી તરફ આગ કઈ પાઇપલાઇનમાં લાગી છે તે પણ તપાસનો વિષય બન્યો છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર , ONGC  કે ભરૂચ જિલ્લા પોલીસ તરફથી ઘટનાને બપોરે 3 વાગ્યા સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી

ઘટનાસ્થળે ઇમરજન્સીનો કોલ મળતા ફાયર બ્રિગેડ તરફથી બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે રવાના કરાયા છે જે આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. આગ ક્રૂડની પાઈપલાઈનમાં લાગી છે જોકે આ લાઈન કોની છે તે અંગે બપોરે 3 વાગ્યા સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી.


Spread the love

Related posts

સુરતની હચમચાવી દેતી ઘટના:મધરાત્રે 4 વર્ષની બાળકી પર હવસખોરે દુષ્કર્મ આચર્યું, લોહીલુહાણ જોઇ પરિવાર ધ્રુજી ગયો, પ્રાઇવેટ પાર્ટ, મોઢા પર ગંભીર ઇજા, હાલ બેભાન

Team News Updates

સુરતમાં ક્રેનના ચાલકે રોડની સાઈડ પર ઉભેલા પિતા-પુત્રને બાઇક સાથે 20 ફૂટ ધસડ્યા, પગ પરથી ટાયર ફરી વળતાં માસના લોચા નીકળ્યા

Team News Updates

ઓહો…આટલી મોટી રોટલી!, રોલરથી વણવામાં આવી, શેકતા લાગ્યા 22 કલાક અને તૈયાર થઈ 2700 કિલોની રોટલી

Team News Updates