News Updates
BUSINESS

પેટ્રોલ છોડો ! ખરીદો આ ઇલેક્ટ્રિક બાઇક, 37 હજાર રૂપિયા થયું સસ્તું

Spread the love

પેટ્રોલ બાઈક ચલાવતા લોકો માઈલેજને લઈને ખૂબ જ ચિંતિત છે. ઓછી માઈલેજ એટલે પેટ્રોલનો ખર્ચ વધુ આવે. આવી સ્થિતિમાં લોકોની નજર ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર પર છે. ઇલેક્ટ્રિક બાઇક ખરીદવી થોડી મોંઘી છે, તેથી લોકો તેને ખરીદી શકતા નથી. પરંતુ હવે તમારા માટે એક શાનદાર ઓફર આવી છે. જેમાં તમને 37,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

પેટ્રોલ બાઈક ચલાવતા લોકો માઈલેજને લઈને ખૂબ જ ચિંતિત છે. ઓછી માઈલેજ એટલે પેટ્રોલનો ખર્ચ વધુ આવે. આવી સ્થિતિમાં લોકોની નજર ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર પર છે. ઇલેક્ટ્રિક બાઇક ખરીદવી થોડી મોંઘી છે, તેથી લોકો તેને ખરીદી શકતા નથી.

પૂણેની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક Tork Motor એ આ શાનદાર ઓફર શરૂ કરી છે. આ કંપની Kratos R ઇલેક્ટ્રિક બાઇક પર 37,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Kratos R બાઈક પર તમે 31 માર્ચ સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ઇલેક્ટ્રિક બાઇક જબરદસ્ત રેન્જ અને ફીચર્સ સાથે આવે છે. Kratos Rની ખરીદી પર 37,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Tork Motor એ તાજેતરમાં Kratos Rની કિંમતમાં 15,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ સિવાય કંપીની વર્ષ 2023થી 22,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ રીતે તમે આ ઇલેક્ટ્રિક બાઇકને કુલ 37,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.

Kratos Rની નવી એક્સ-શોરૂમ કિંમત 1.50 લાખ રૂપિયા છે. આ કિંમતમાં FAME II સબસિડીનો સમાવેશ થાય છે. અગાઉ આ ઇલેક્ટ્રિક બાઇક રૂ. 1.87 લાખની એક્સ-શોરૂમ કિંમતે વેચાતી હતી. FAME II સ્કીમ 31મી માર્ચે સમાપ્ત થશે. તેથી કંપની લોકોને 31મી માર્ચ સુધી ડિસ્કાઉન્ટનો લાભ લેવાની તક આપી રહી છે.

Kratos R Eco Plus રાઈડ મોડમાં ફુલ ચાર્જ થવા પર 150 કિલોમીટરનું અંતર કાપે છે. ઈકો મોડમાં તેની રેન્જ 120 કિલોમીટર છે. તે 9 kWh બેટરી પેકનો પાવર મેળવે છે, અને તેની ટોપ સ્પીડ 105 કિમી પ્રતિ કલાક છે. તેમાં સિટી, સ્પોર્ટ્સ અને રિવર્સ મોડ્સ પણ આપવામાં આવ્યા છે.


Spread the love

Related posts

મોટોરોલાનો સૌથી સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ:50MP કેમેરા અને 5000mAh બેટરી સાથે Moto G14, શરૂઆતની કિંમત 9,999 રૂપિયા

Team News Updates

RBIની તિજોરીમાં 700 કરોડ ડોલરનો વધારો, વિદેશી મુદ્રા ભંડાર 596 અબજ ડોલરના સ્તરે પહોંચ્યું

Team News Updates

GOOD NEWS આવ્યા મુકેશ અંબાણી માટે અમેરિકાથી, 8.34 લાખ કરોડનો જેકપોટ!

Team News Updates