News Updates
INTERNATIONAL

4નાં મોત, 100 ઘાયલ; 20 હજાર લોકોનાં ઘરમાં વીજ પુરવઠો બંધ, 500 મકાનો ધરાશાયી:એકસાથે 35 વાવાઝોડાએ અમેરિકાના ઓક્લાહોમને ધમરોળ્યું

Spread the love

અમેરિકાના રાજ્ય આયોવા અને ઓક્લાહોમામાં વાવાઝોડાના કારણે તબાહી સર્જાઈ છે. અમેરિકન મીડિયા વોશિંગ્ટન પોસ્ટ અનુસાર તોફાનના કારણે અત્યાર સુધીમાં એક શિશુ સહિત 4 લોકોનાં મોત થયા છે. 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. ટોર્નેડોના કારણે એકલા સલ્ફર શહેરમાં 30 થી વધુ લોકો ઘાયલ થયા છે.

અહીંની મોટાભાગની ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકો બેઘર થઈ ગયા છે. આયોવા અને ઓક્લાહોમામાં તોફાનથી 500 થી વધુ ઘરો ધરાશાયી થયા હતા. ઓક્લાહોમાના ગવર્નર કેવિન સ્ટિટે કહ્યું કે આખા શહેરમાં તબાહી સર્જાઈ છે. લોકોના ધંધામાં નુકસાન થયું હતું.

20 હજારથી વધુ લોકો વીજળી વિના જીવવા મજબૂર બન્યા છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, શનિવાર અને રવિવાર વચ્ચે એક સાથે 35 ટોર્નેડો નોંધાયા હતા. જ્યારે શુક્રવારે આ આંકડો 70થી વધુ હતો.

વ્હાઇટ હાઉસના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ જો બાઇડને રવિવારે ઓક્લાહોમાના ગવર્નર સાથે વાત કરી હતી અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરમાં શનિવારે રાત્રે વાવાઝોડાને કારણે ભારે વરસાદ થયો હતો, જેના કારણે વિસ્તારમાં પૂર આવી ગયું હતું. આ અસરને કારણે ઘણી કાર પલટી ગઈ હતી અને ઈમારતોની છત અને દિવાલો તૂટી ગઈ હતી. આ પછી લોકોની મદદ માટે ઈમરજન્સી ટીમ મોકલવામાં આવી હતી.

હવામાન વિભાગની ચેતવણી બાદ અમેરિકાની 12 કાઉન્ટીમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ઓક્લાહોમા હવામાન વિભાગે રવિવારે 250 ટોર્નેડો અને 494 ગંભીર વાવાઝોડાની ચેતવણી જારી કરી હતી.

અમેરિકાની નેશનલ વેધર સર્વિસ મુજબ, જો કે ટોર્નેડો વિશ્વમાં ગમે ત્યારે આવી શકે છે, તે અમેરિકામાં સૌથી વધુ સંખ્યામાં થાય છે. અમેરિકામાં જ મોટાભાગના ટોર્નેડો કેન્સાસ, ઓક્લાહોમા, ટેક્સાસ જેવા મેદાની વિસ્તારોમાં થાય છે.

NOAA એટલે કે નેશનલ ઓસેનિક એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન કહે છે કે દર વર્ષે અમેરિકામાં ટોર્નેડોના કારણે 50 લોકોના જીવ જાય છે. વર્ષ 2011માં ત્યાં ખૂબ જ વિનાશક ટોર્નેડો આવ્યા હતા, જેમાં એપ્રિલ અને જૂનમાં 580થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આના કારણે દેશને 21 અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.


Spread the love

Related posts

276 મુસાફરો અને 21 ક્રૂ મેમ્બર સવાર હતા, પાકિસ્તાનમાં સાઉદી એરલાઈન્સના પ્લેનમાં આગ લાગી,  પેશાવરમાં લોકોને ઈમર્જન્સી દરવાજાથી બહાર કાઢ્યા

Team News Updates

જયશંકરે કહ્યું- કેનેડા હિંસાને પ્રોત્સાહન આપી રહ્યું છે:વિદેશ મંત્રીએ કહ્યું- અમારા ડિપ્લોમેટ્સને ધમકી આપવામાં આવી રહી છે, તેઓ તેને લોકશાહી કહીને યોગ્ય ગણાવી રહ્યા છે

Team News Updates

ઈટાલીના મિલાન શહેરમાં મોટો વિસ્ફોટ, રસ્તા વચ્ચે ઘણા વાહનો બળીને ખાખ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

Team News Updates