News Updates
SURAT

સુરત પાલિકાની બસ ઓપરેટર કંપનીએ નક્કી કરેલો પગાર ન ચુકવતા રોષ,BRTSના 140થી વધુ ડ્રાઈવરો હડતાળ પર, ડ્રાઇવરે કહ્યું- લાયસન્સ વગરના પાસે પણ બસ ચલાવડાવે છે

Spread the love

સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન માટે અલગ-અલગ એજન્સીઓને બસ દોડાવવા માટેનું કામ આપ્યું છે. કંપની અને ડ્રાઇવર-કંડક્ટરો વચ્ચે સતત કોઈના કોઈ મુદ્દે માથાકૂટ થતી રહે છે, જેની સીધી અસર સુરતની પ્રજા ઉપર થાય છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સેવાના સંચાલકો ડ્રાઈવરોને નક્કી કરેલો પગાર ન આપતાં અચાનક જ BRTS બસના 140 જેટલા ડ્રાઈવર હડતાલ પર ઉતરી ગયા હતા. આકરા તડકામાં સુરતના રસ્તા પર દોડતી 100 જેટલી બસના પૈડા થંભી ગયા હતા. આકરી ગરમીમાં બસ નહીં દોડતાં હજારો મુસાફરો અટવાયા હતા.

સુરત પાલિકાના પાલનપોર ડેપો પર આજે સવાર 140 જેટલા ડ્રાઈવરોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, બસ ઓપરેટર એજન્સી દ્વારા ડ્રાઈવરોને પગાર ચૂકવવામાં આવતો નથી. ડ્રાઈવરોને 26 દિવસના 22,500 રૂપિયા પગાર લેખે એક દિવસના 865 રૂપિયાની હાજરી થાય છે. જોકે, એજન્સી દ્વારા માત્ર 600 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. આ સ્થિતિને પગલે છેલ્લા ઘણા સમયથી બસચાલક દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં એજન્સીના સંચાલક અમારા પર અન્યાય કરી રહ્યાં છે. આ ઉપરાંત મહિનો પગાર પૂરો થયા બાદ પણ સમયસર પગાર આપવામાં આવતો નથી.

પાલનપોર ખાતે હડતાળ પર ઉતરેલા દર્શન પટેલે જણાવ્યું હતું કે, એજન્સીએ કેટલાક ડ્રાઈવરોને રાખ્યા છે. તેમની પાસે લાયસન્સ કે અન્ય પુરાવા પણ નથી. જેના કારણે મુસાફરોના જીવ પણ જોખમમાં આવે તેમ છે. ઓછા પગારે નોકરી ઉપર રાખી લે છે અને અમને જે પ્રમાણે નક્કી કર્યા છે, તે પ્રમાણેનું વેતન પણ આપતા નથી. મોટાભાગના મધ્યમ અને ગરીબ વર્ગમાંથી આવતા ડ્રાઇવરોની સ્થિતિ આર્થિક રીતે ખૂબ જ નબળી થઈ જાય છે. કંપની દ્વારા વારંવાર જે કહેવામાં આવે છે તે પ્રમાણેનું કરવામાં આવતું નથી તેને કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે.


Spread the love

Related posts

AAP:કાયદો-વ્યવસ્થા સચવાતી ન હોય તો પદ છોડી દેવું જોઈએ,તમારા રાજમાં દીકરીઓને ડર લાગે છે‘ગૃહમંત્રી શરમ કરો’

Team News Updates

TAPI:40 લાખ ઉઠાવી ગયા તસ્કરો ATM તોડી :SBIના ATMમાં લાગેલા CCTV પર સ્પ્રે માર્યો ને ગેસકટરથી મશીન કાપ્યું; પળવારમાં લાખોની ઉઠાંતરી કરી રફુચક્કર

Team News Updates

દૂધ ભરેલું ટેન્કર માર્ગ પર પલટી ગયું:ટેન્કરચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રસ્તાની સાઇડમાં પલટ્યું; લોકો તપેલા, માટલા, જગ લઈ દૂધ ભરવા દોડ્યા

Team News Updates