News Updates
ENTERTAINMENT

ફિલ્મનું ટાઈટલ છે, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’,વરુણ-જાહન્વીએ નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું!:આવતા વર્ષે 18 એપ્રિલે રિલીઝ થશે

Spread the love

રુણ ધવન અને જાહન્વી કપૂરે તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મનું ટાઈટલ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ છે. શશાંક ખેતાન તેનું નિર્દેશન કરશે. કરન જોહર આ ફિલ્મના નિર્માતા છે. મેકર્સે શનિવારે ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા મુહૂર્ત પૂજાનું આયોજન કર્યું હતું. કરણ જોહરે આ પૂજા સમારોહનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

આ શેર કરતાં કરને લખ્યું, ‘એકદમ સાચો પ્રેમ! ‘સની સંસ્કારી અને તુલસી કુમારી’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અમારા પરિવારને તમારો પ્રેમ અને આશીર્વાદ આપો. કરને પોતાની પોસ્ટમાં એમ પણ જણાવ્યું કે આ ફિલ્મ આવતા વર્ષે 18 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ત્રીજી ફિલ્મ વરુણ સાથે અને બીજી ફિલ્મ જાહન્વી સાથે ફિલ્મની વાત કરીએ તો શશાંક ખેતાનની વરુણ ધવન સાથે આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલા બંને દુલ્હનિયા ફ્રેન્ચાઈઝીની બંને ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ 2014માં રિલીઝ થઈ હતી અને બીજી ફિલ્મ ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ 2017માં રિલીઝ થઈ હતી. શશાંક બીજી વખત જાહન્વી સાથે કામ કરશે. આ પહેલા તેણે એક્ટ્રેસની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ ડિરેક્ટ કરી હતી.

‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ એક લવ સ્ટોરી છે. એવી ચર્ચા છે કે આ ફિલ્મ દુલ્હનિયા ફ્રેન્ચાઇઝીનો ભાગ બની શકે છે. ફિલ્મમાં વરુણ, સની અને જાહન્વી ​​​​​​તુલસી નામના પાત્રમાં જોવા મળશે. વરુણ અને જાહન્વી ​​​​​​ઉપરાંત રોહિત સરાફ, મનીષ પોલ, સાન્યા મલ્હોત્રા અને અક્ષય ઓબેરોય જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.


Spread the love

Related posts

વરમાળા પછી રાઘવ-પરિણિતીએ ડાન્સ કર્યો:લગ્નનો ઇનસાઇડ વીડિયો સામે આવ્યો, 24મી સપ્ટેમ્બરે ઉદયપુરમાં સાત ફેરા લીધા હતા

Team News Updates

IPL 2024: 7 હાર 8 મેચમાં, ક્વોલિફાય કરશે ?  વિરાટની ટીમ પ્લેઓફ માટે કેવી રીતે

Team News Updates

રાજકુમાર મીના કુમારીને જોઈને ડાયલોગ્સ ભૂલી જતા હતા:કૂતરાના જવાબ પર રામાનંદ સાગરની ફિલ્મ નકારી, ધર્મેન્દ્રએ કોલર પકડ્યો હતો

Team News Updates