વિવોએ તેની નવી X200 સિરીઝની ગ્લોબલ લૉન્ચ તારીખની પુષ્ટિ કરી છે. આ સિરિઝને સૌથી પહેલા ચીનમાં ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવી હતી અને હવે તેને 19 નવેમ્બર 2024ના રોજ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ લોન્ચ કરવામાં આવશે. લોન્ચ પહેલા Vivoએ આ સ્માર્ટફોનનું ટીઝર પણ બહાર પાડ્યું છે જે દર્શાવે છે કે કંપની તેને ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરી શકે છે. નોંધનીય છે કે, આ સિરીઝના ત્રણ મોડલ ચીનમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ એવું માનવામાં આવે છે કે ગ્લોબલ લોન્ચમાં આ સિરિઝમાં માત્ર વિવો X200 અને વિવો X200 Proને જ સામેલ કરવામાં આવશે.

વિવો મલેશિયાએ પુષ્ટિ કરી છે કે X200 સિરિઝ 19 નવેમ્બરના રોજ સ્થાનિક સમય અનુસાર સાંજે 7 વાગ્યે લોન્ચ થશે. આ ફોનના પ્રી-ઓર્ડર લોન્ચ થયાના ત્રણ દિવસ પછી શરૂ થશે. વિવો X200 અને વિવો ગ્લોબલ માર્કેટમાં, વિવો X200 બે રંગોમાં આવશે -અરોરા ગ્રીન અને મીડનાઇટ બ્લેક, જ્યારે વિવો X200 Pro મિડનાઈટ બ્લેક અને ટાઈટેનિયમ ગ્રેમાં ઉપલબ્ધ થશે.

વિવો X200 Proમાં 6.78-inch OLED ડિસ્પ્લે ઉપલબ્ધ કરાવવામાં આવશે જે 120Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. જ્યારે વિવો X200માં 6.67 ઇંચની OLED ડિસ્પ્લે હશે.
લેટેસ્ટ મીડિયાટેક ડાયમેન્સિટી 9400 ચિપસેટ પ્રોસેસર બંને મોડલમાં વાપરી શકાય છે જે ફોનના પરફોર્મન્સને વધારવામાં મદદ કરશે. આ સિવાય બંને મોડલમાં 32GB રેમ (16GB ફિઝિકલ અને 16GB વર્ચ્યુઅલ) આપવામાં આવશે.
ફોનના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, વિવો X200માં 50MPનો પ્રાયમરી કેમેરા સાથે 50MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 50MP ટેલિફોટો લેન્સ હશે. તે જ સમયે, વિવો X200 Proમાં 50MP અલ્ટ્રા-વાઇડ અને 200MP Zeiss APO ટેલિફોટો લેન્સ સાથે 50MP પ્રાયમરી કેમેરા હશે.
બંને સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો હશે.
પાવર માટે, વિવો X200ને 5,800mAh બેટરી આપવામાં આવશે જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. જ્યારે વિવો X200 Proમાં 6,000mAh બેટરી આપવામાં આવશે.