News Updates
ENTERTAINMENT

Anupamaaના સેટ ટીમ મેમ્બરનું મોત વીજ શોક લાગવાથી સેટ પર મોટો અકસ્માત થયો

Spread the love

ટીવી ઈન્ડસ્ટ્રીનો ફેમસ શો અનુપમા હાલમાં સતત ચર્ચામાં છે. શોની ફેમસ અભિનેત્રી રુપાલી ગાંગુલી હાલમાં અને તેની સાવકી દિકરીને લઈ ચર્ચામાં છે. હવે આ સીરિયલના સેટ પરથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે.

રુપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અનુપમા સિરીયલ ફેમસ હોવાની સાથે ચર્ચામાં પણ રહે છે. ટીઆરપી ચાર્ટમાં હંમેશા ઉપર રહેનારી સિરીયલ થોડા દિવસથી ટીઆરપી ખુબ જ નીચી જોવા મળી રહી છે. એક બાજુ શો સ્ટોરીલાઈનને લઈ ચર્ચામાં છે. પરંતુ હવે થોડા મહિનાથી આ શો વિવાદોને લઈને પણ ચર્ચામાં છે. થોડા મહિના પહેલા શોના કેટલાક કલાકારોએ આ શોને ટાટા-બાયબાય કહી દીધું છે. તો બીજી બાજું રુપાલી ગાંગુલી પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. હવે શોના સેટ પર એક મોટો અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં અનુપમાની ટીમના એક સભ્યનું મોત થયું છે.

જાણકારી મુજબ જે વ્યક્તિનું મોત થયું છે, તે કેમરા આિસ્ટન્ટ હતો,સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ બિહારનો રહેવાસી આ વ્યક્તિ કેમરા આસિસ્ટન્ટ સ્ટાર પ્લસનો શો અનુપમાના સેટ પર કામ માટે આવ્યો હતો. જ્યાં તેનું વિજળીનો ઝટકો લાગવાથી મૃત્યું થયુ છે.અનુપમાના શૂટિંગ માટે ‘સાઈ વીડિયો’ કંપનીના કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. કેમેરા આસિસ્ટન્ટના મૃત્યુ બાદ સાઈ વિડિયો દ્વારા તેના પરિવારને વળતર તરીકે કેટલાક પૈસા આપવામાં આવ્યા છે અને કંપની તેના પાર્થિવ દેહને બિહારમાં તેના ઘરે લઈ જવાનો ખર્ચ પણ ઉઠાવી રહી છે.

રુપાલી ગાંગુલીની અનુપમા સિરીયલ સ્ટાર પ્લસની નંબર વન સીરિયલ છે. આ સિરીયલમાં હાલમાં ત્રીજો લીપ આવી ચૂક્યો છે. રુપાલી ગાંગુલીની સાથે ગૌરવ ખન્ના આ સીરિયલમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવા આઈકોનિક શોને પ્રોડ્યુસ કરનાર રાજન શાહી આ મશહુર ટીવી સીરિયલના પ્રોડ્યુસર છે.

અનુપમાની મુખ્ય અભિનેત્રી રુપાલી ગાંગુલીની સાવકી દિકરીએ સોશિયલ મીડિયા પર અનેક આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ રુપાલી ગાંગુલીએ વકીલ દ્વારા તેની દિકરી પર 50 કરોડ રુપિયાની માનહાનિનો દાવો કર્યો હતો.સેલિબ્રિટી પાપારાઝી એકાઉન્ટ ભાયાનીએ પણ આ અકસ્માત અંગે એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે શોના સેટ પર ઇલેક્ટ્રિક શોક લાગવાથી ક્રૂ મેમ્બરનું મોત થયું છે.


Spread the love

Related posts

આવું પહેલીવાર થશે વુમન્સ T20 વર્લ્ડ કપમાં :25 વર્ષ પછી ટીમ ઈન્ડિયા કરશે આ કામ

Team News Updates

સિનેમાઘરમાં ધૂમ મચાવશે 6 સપ્ટેમ્બરે:કંગનાનો પોસ્ટરમાં ધુંઆધાર લુક,’ઇમર્જન્સી’ રિલીઝ થશે

Team News Updates

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન Imran Khan બાદ, આ પ્રખ્યાત ક્રિકેટરોએ ક્રિકેટ બાદ રાજકારણના મેદાનમાં ઈનિંગ્સ રમી જુઓ લિસ્ટ

Team News Updates