News Updates
GUJARAT

Jamnagar:અનાજ-કરિયાણાની દુકાનમાં આગ લાગતા,જામનગરના પટેલ કોલોનીમાં દોડધામ મચી

Spread the love

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલી એક પ્રોવિઝન સ્ટોરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને અનાજ-કરિયાણું- ફર્નિચર વગેરે બળીને ખાખ થયા હતા. આ ઉપરાંત જામનગર શહેરમાં ગઈકાલે આગના ત્રણ બનાવો બનતાં ફાયરના જવાનોને દોડધામ રહી હતી. જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 9 ના છેડે જય જલારામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં અકસ્માતે ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.

જે આગની ઘટનાને પગલે આસપાસના રહેવાસીઓને ખબર પડી જતા દુકાનના માલિક મણીલાલ મુરતિયાને જાણ કરાઈ હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડને પણ જાણ કરાઈ હતી, જેથી ફાયરના જવાનો બનાવના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. તે પહેલા દુકાનમાં રહેલું અનાજ કરિયાણું, પ્રોવિઝનની ચીજ વસ્તુઓ, તથા લાકડાનું ફર્નિચર વગેરે બળીને ખાખ થયા હતા.


Spread the love

Related posts

NARESH PATELનો સમાજના યુવાનોને હુંકાર/ મૂંછોનાં આંકડા રાખો છો,ઉપયોગ કરતા શીખજો

Team News Updates

ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી

Team News Updates

રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં ગોધરા એસ.આર.પી. કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Team News Updates