News Updates
JUNAGADH

જુઓ FREE: “THE KERALA STORY” માતાઓ અને બહેનો માટે એકદમ ફ્રી…

Spread the love

જૂનાગઢના ધારાસભ્ય-સાંસદની જાહેરાત, ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ માતા-બહેનો માટે નિઃશુલ્ક; જાણો કેવી રીતે જોવા જશો

તા.૮,જુનાગઢ: તાજેતરમાં રિલિઝ થયેલી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’એ માર્કેટમાં ધૂમ મચાવી છે. ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા અને સાંસદ રાજેશ ચુડાસમાએ ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનો નિર્ણય લીધો છે.

The Kerala Story: ધારાસભ્ય સંજય કોરડીયા અને સાંસદ રાજેશ ચુડાસમાએ મોટી જાહેરાત કરી છે. જૂનાગઢની મહિલાઓ ‘ધ કેરલા સ્ટોરી’ મફતમાં જોઈ શકશે. જાણો કેવી રીતે ટિકિટ મેળવશો…

ત્યારે આગામી 11મી મેથી 19મી મે સુધી ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ નિઃશુલ્ક બતાવવામાં આવશે. નવ દિવસ સુધી દરરોજ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યાના શોમાં આ ફિલ્મ બતાવવામાં આવશે. મહત્ત્વનું છે કે, માત્ર માતાઓ અને બહેનો જ આ સ્કિમનો લાભ લઈ શકશે. આ ઉપરાંત ફિલ્મની ટિકિટ માટે ધારાસભ્ય કાર્યાલયનો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે.

આ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ હતી. સુદિપ્તો સેને ડાયરેક્ટ કરેલ આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ 5 મેના રોજ રિલીઝ થઈ છે અને આ ફિલ્મના દર્શકો તથા ક્રિટીક્સ તરફથી સારી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

આ બાબતે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કેરલા સ્ટોરીને રિલીઝ કરવામાં ન આવે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને (Central Board of Film Certification, CBFC)એ આ ફિલ્મ પર કોઈપણ પ્રકારની આપત્તિ વ્યક્ત કરી ન હતી. આ ફિલ્મમાં ધર્મ પરિવર્તન સહિત અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


Spread the love

Related posts

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates

ગીર સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિર ખાતે ઉત્સાહપૂર્વક થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Team News Updates

ચોમાસુ માથે છે મનપાની ઘોર બેદરકારી જુનાગઢ 

Team News Updates