CBSE ધો.10 બોર્ડનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. CBSE ધો.10 બોર્ડમાં 93.12% વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જોઈ શકે છે. CBSE ધોરણ 10મી બોર્ડ પરીક્ષા 2023 15 ફેબ્રુઆરીથી 21 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે 21,86,940 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.જ્યારે 16 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
શુક્રવારે CBSE ધો. 10 બોર્ડેનું પરિણામ જાહેર થયું હતું. CBSE ધો. 10માં 93.12% વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE ધો. 10ના પરિણામમાં પણ છોકરાઓ કરતાં છોકરીઓએ બાજી મારી છે. ધો.10માં 94.25% છોકરીઓ, તો 92.72% છોકરાઓ પાસ થયા છે.
CBSE એ 12મા બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શુક્રવારે પરિણામ જાહેર કરતા બોર્ડે જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષામાં બેઠેલા 87.33% વિદ્યાર્થીઓ પાસ થયા છે.
CBSE એ નિર્ણય લીધો છે કે આ વર્ષે તે પરિણામ સાથે વિદ્યાર્થીઓના પ્રથમ, બીજા અને ત્રીજા વિભાગની માહિતી આપશે નહીં. વિદ્યાર્થીઓને બિનજરૂરી સ્પર્ધાથી બચાવવા માટે આ વર્ષે મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું નથી. ત્રિવેન્દ્રમ પ્રદેશ 99.91 પાસ ટકાવારી સાથે ટોચ પર છે. જેમાં 84.67% છોકરાઓ અને 90.68% છોકરીઓ પાસ થયાં છે. છોકરીઓએ છોકરાઓને 6.01% કરતાં પાછળ રાખી દીધા. વિદ્યાર્થીઓ મોબાઈલ એપ ઉમંગ, ડિજીલોકર અને બોર્ડની વેબસાઈટ પર તેમનું પરિણામ જોઈ શકે છે.
અનહેલ્ધી કોમ્પિટિશનથી બચવા માટે 3 મોટા ફેરફાર
- પરિણામ સાથે વિદ્યાર્થીઓના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિભાગની માહિતી આપશે નહીં.
- મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવશે નહીં.
- વિષય મુજબ ટોચના 0.1% વિદ્યાર્થીઓને લાયકાત પ્રમાણપત્ર આપવામાં આવશે.
તમે CBSE વેબસાઇટ https://www.cbse.gov.in/ અને મોબાઇલ એપ Umang, DigiLocker પર પણ તમારું પરિણામ જોઈ શકો છો.
1 લાખ 25 હજાર 705 વિદ્યાર્થીઓ પૂરક (કમ્પાર્ટમેન્ટ) પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ 16 મેથી તેમના પરિણામની ફોટોકોપી અને પુન:મૂલ્યાંકન કરાવી શકશે. બોર્ડે 2024ની પરીક્ષાઓની તારીખ પણ જાહેર કરી દીધી છે. આ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે.
3883710 વિદ્યાર્થીઓએ CBSEની પરીક્ષા આપી હતી
CBSE 10મીની પરીક્ષા દેશમાં 15 ફેબ્રુઆરીથી 21 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન યોજાઈ હતી. બંને પરીક્ષામાં 3883710 ઉમેદવારોએ હાજરી આપી હતી. ધોરણ 10ના 2186940 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 1696770 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
એસએમએસ દ્વારા પરિણામ કેવી રીતે તપાસવું
- ફોનના મેસેજ બોક્સ પર જાઓ.
- ટેક્સ્ટ મેસેજ પર જાઓ અને CBSE 12th ટાઇપ કરો અને જગ્યા આપ્યા વિના રોલ નંબર દાખલ કરો.
- આ પછી તેને 77388299899 પર મોકલો.
- પરિણામ જવાબ સ્વરૂપે આવશે.
સ્કોર કાર્ડ તપાસવા માટે જરૂરી દસ્તાવેજો
- રોલ નંબર
- શાળા નંબર
- જન્મ તારીખ
- એડમિટ કાર્ડ આઈડી.
પરિણામ ચકાસવા માટે આ પ્રક્રિયાને અનુસરો
- CBSE ની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in , cbseresults.nic.in પર જાઓ.
- વેબસાઇટના હોમપેજ પર CBSE 12મા પરિણામની લિંક પર ક્લિક કરો.
- સ્ક્રીન પર એક લોગિન વિન્ડો દેખાશે.
- CBSE 12મો રોલ નંબર દાખલ કરો.
- સ્કોર કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
- વધુ જરૂરિયાત માટે CBSE પરિણામ ડાઉનલોડ કરો.