News Updates
RAJKOT

આ ખોરાક બીમારીને નોતરશે:રાજકોટનાં લાલજી દિલ્લીવાલે, શિવા મદ્રાસ કાફે સહિત 38 સ્થળો પર ચેકીંગમાં શાકભાજી-મંચુરિયન સહીત 27 કિલો વાસી ખોરાક મળ્યો

Spread the love

રાજકોટમાં વધતા રોગચાળાને અટકાવવા મનપાનાં ફૂડ વિભાગ દ્વારા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે ડી.એન.એસ.બી. રેસ્ટ્રો કાફે(લાલજી દિલ્લીવાલે) ટ્યુબડ કોર્ટયાર્ડ અને શિવા મદ્રાસ કાફે સહિત જુદી જુદી 38 જગ્યાએ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 27 કિલો પ્રિપેડ ફૂડ- બાફેલા શાકભાજી, મંચુરિયન, ચટણી, ગ્રેવી, ચેરી વગેરે મળી આવતા તમામ અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. સાથે 17 જેટલા ધંધાર્થીઓને લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશન જાળવવા સહિતના મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હતી.

અખાદ્ય જણાતા સ્થળ પર નાશ કરાયો
મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જ્યોતિનગર-૧ મેઇન રોડનાં DNSB રેસ્ટ્રો કાફે(લાલજી દિલ્લીવાલે)ની તપાસ કરતાં પેઢીમાં ફ્રીઝમાં સંગ્રહ કરેલ પ્રિપેડ ફૂડ- બાફેલા શાકભાજી, મંચુરિયન, ચટણી, ગ્રેવી, ચેરી વગેરેનો કુલ મળી 13 કી.ગ્રા. જથ્થો વાસી અખાધ્ય જણાતા સ્થળ પર નાશ કરાયો હતો. જ્યારે ન્યુ 150 ફૂટ રિંગ રોડ, ડીલાઇટ પાર્ટી પ્લોટ પાસે આવેલ ટ્યુબ્ડ કોર્ટયાર્ડની તપાસ કરતાં પેઢીમાં ફ્રીઝમાં સંગ્રહ કરેલ પ્રિપેડ ફૂડ, બાફેલા શાકભાજી, જલેપીનો, ગાર્લિક બ્રેડ, પાસ્તા, નુડલ્સ, રાઈસ વગેરેનો કુલ મળી 5 કિલો જથ્થો વાસી અખાદ્ય જણાતા સ્થળ પર નાશ કરાયો હતો.

17ને લાઇસન્સ અંગે સૂચના
આ ઉપરાંત રૈયા રોડ, બાપાસીતારામ ચોક, રાજકોટ ખાતે આવેલ શિવા મદ્રાસ કાફે (લારી)ની તપાસ કરતાં ખુલ્લા રાખેલ દાળવડા, વાસી લોટનો કુલ મળી 5 કિલો જથ્થો વાસી અખાધ્ય જણાતા તેનો સ્થળ પર નાશ કરાયો હતો. તેમજ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના આજી ડેમ માંડા ડુંગર, આજી હોકર્સ ઝોન તથા ન્યુ આશ્રમ રોડ વિસ્તારમાં પહોંચી હતી. અને ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 38 વેપારીઓની ચકાસણી કરી 17ને લાઇસન્સ અંગે સૂચના આપવામાં આવી હતી. તેમજ 14 નમુનાની સ્થળ ઉપર ચકાસણી કરી 4 કિલો વાસી અખાધ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો.

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ નમુના લેવાયા

  • PROCESSED CHEESE SLICE ON SLICE ( FROM 4.54 KG. PKD): સ્થળ- RESTAURANT BRANDS ASIA LTD., (BURGER KING), યુનિટ નં.2/A/1, ક્રિસ્ટલ મોલ, રાણીટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ.
  • FOOD COAST MAYO LITE (FROM 1 KG PACK): સ્થળ – અજય એન્ટરપ્રાઇઝ, (નેપલ્સ પિઝા), ફ્સ્ટ ફ્લોર 101, પ્રાઇડે એમ્પાયર, રેસકોર્ષ, રાજકોટ.
  • DYNAMIX TASTY BUTTER(FROM 500GM PKD) : સ્થળ – સેફાયર ફૂડસ ઈન્ડિયા લી., (પીઝા હટ), E બિલ્ડીંગ, સોલીટર, ગ્રા. ફલોર-06, 1st ફ્લોર.106, બિગ બજાર, રાજકોટ.
  • પંજાબી સબ્જી માટેની ગ્રેવી (પ્રિપેર્ડ- લુઝ): સ્થળ – BVK ફૂડસ, કાકે દી રોટી, મેગ્નમ બિલ્ડીંગ, ફર્સ્ટ ફ્લોર, અક્ષર માર્ગ, યશ બેંક પાસે, રાજકોટ સહિતના સ્થળેથી નમૂનાઓ લઈને ચકાસણી માટે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

Spread the love

Related posts

અડધી રાત્રે ગેસનો બાટલો સળગ્યો:રાજકોટના એક મકાનમાં અડધી રાતે આગ લાગતા અફરાતફરી મચી, ફાયર ફાઈટર જવાનોએ પાણીનો મારો ચલાવીને હાશકારો કરાવ્યો

Team News Updates

 RAJKOT: વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન,દર્દીની કિડનીમાં રહેલ એડવાન્સ કેન્સરની ગાંઠનું 

Team News Updates

10 વર્ષના બાળકનું હાર્ટ-એટેકથી મોત, રાજકોટમાં બે દિવસ ઝાડા-ઊલટી રહ્યા બાદ

Team News Updates