News Updates
BUSINESS

‘Ather 450S’ સહિત ત્રણ ઈલેક્ટ્રિક સ્કૂટર આજે લોન્ચ:ફૂલ ચાર્જ પર 115KM રેન્જનો દાવો કરે છે કંપની, Ola S1 સાથે થશે ટક્કર

Spread the love

બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ કંપની Ather Energy આજે ભારતમાંએન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક સ્કૂટર Ather 450S સહિત ત્રણ નવા EV લોન્ચ કરશે. લાઇવ ઇવેન્ટ બપોરે 12 વાગ્યે શરૂ થશે. ઇલેક્ટ્રિક સ્કૂટર TVS iCube, Ampere Primus અને Ola Electricના આવનારાS1 Airને ટક્કર આપી શકે છે.

Atherએ તાજેતરમાં 450S ઇલેક્ટ્રિક સ્કૂટરનું ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં સ્કૂટરની રેન્જ, ટોપ સ્પીડ અને પ્રારંભિક કિંમત જાહેર કરવામાં આવી હતી. ટીઝરમાં સ્કૂટરનું ડિજિટલ LED ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર દેખાય છે. કંપનીએ દાવો કર્યો છે કે 450S ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જમાં 115 કિલોમીટર ચાલશે.

બપોરે 12 વાગ્યે ત્રણ નવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અને વબીજું ઘણું બધું જોવા મળશે. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અન્ય બે સ્કૂટર 450S અથવા 450Xના વેરિયન્ટ્સ હોઈ શકે છે.

Ather 450S પ્રી-બુકિંગ થયું શરૂ
કંપનીએ આ વર્ષે જૂનમાં 450S લોન્ચ કર્યું હતું. સ્કૂટરની પ્રારંભિક કિંમત રૂ.1,29,999 (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. કંપનીએ તેના એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક સ્કૂટર Ather 450Sનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો 2500 રૂપિયાની ટોકન મની ચૂકવીને સ્કૂટર બુક કરાવી શકે છે. પ્રી-બુકિંગની રકમ રિફંડપાત્ર છે.

450Sમાં ટચસ્ક્રીન ઉપલબ્ધ રહેશે નહીં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 450S ઇલેક્ટ્રિક સ્કૂટર 450X મોડલ પર આધારિત હશે, પરંતુ 7.0-ઇંચની ટચસ્ક્રીનની જગ્યાએ કલર LCD ડિસ્પ્લે મળશે.

કંપની દાવો કરે છે કે Ather 450S બજારમાં ઉપલબ્ધ પરંપરાગત 125CC પેટ્રોલ સ્કૂટરની સરખામણીમાં સારું પ્રદર્શન અને સારી સવારીનો અનુભવ આપે છે. ડિઝાઇનના સંદર્ભમાં 450S ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર થોડા કોસ્મેટિક ફેરફારો સાથે કંપનીના 450X જેવું જ હશે.

Ather 450S: બેટરી અને પ્રદર્શન
કંપનીએ Ather 450Sમાં પરફોર્મન્સ માટે ઇલેક્ટ્રિક મોટર આપી છે, જે 8.58 bhpનો પાવર અને 26 nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

આ સ્કૂટર માત્ર 3.9 સેકન્ડમાં 0-40 કિમી/કલાકની સ્પીડ હાંસલ કરે છે. તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક હશે. ઇલેક્ટ્રિક મોટરને પાવર આપવા માટે 3 kWh બેટરી પેક સાથે જોડાયેલ છે.

નવા સ્કૂટરમાં હિલ હોલ્ડ અસિસ્ટ જેવા ફીચર્સ મળી શકે છે
નવા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં Ather 450X ફીચર્સ મળી શકે છે. 450X માં હિલ હોલ્ડ આસિસ્ટ, પાર્ક આસિસ્ટ, GPS નેવિગેશન, રાઈડ મોડ્સ, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને લાઈવ ટ્રેકિંગ જેવી ઘણી અદ્યતન સુવિધાઓ છે.
કલર વિકલ્પો વિશે વાત કરીએ તો, 450X કોસ્મિક બ્લેક, સોલ્ટ ગ્રીન, ટ્રુ રેડ, લુનર ગ્રે, સ્પેસ ગ્રે અને સ્ટિલ વ્હાઇટ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.


Spread the love

Related posts

શેરબજારમાં તેજી પર ફરી લાગી બ્રેક, આ શેર્સ સસ્તી કિંમતે મળી રહ્યા છે

Team News Updates

 5G ડીલમાં પણ સામેલ થવાની અપેક્ષા,નોકિયા અને એરિક્સન સાથે વાતચીત કરે છે વોડાફોન-આઈડિયા,જૂન-જુલાઈમાં 4G નેટવર્કને અપગ્રેડ કરવાનો ઓર્ડર આપી શકે છે કંપની 

Team News Updates

ક્રિકેટ વિશ્વ કપની કમાલ, પ્રાયોજીત કંપનીઓ થઈ માલામાલ, આ કંપનીના શેરના ભાવ પહોચ્યા આસમાને

Team News Updates