News Updates
ENTERTAINMENT

ભારત-પાકિસ્તાન મેચ માટે અમદાવાદમાં હોટલનું ભાડું 2.5 લાખ રૂપિયા પર પહોંચ્યું, ફ્લાઇટ 5 ગણી મોંઘી થઈ

Spread the love

વનડે વર્લ્ડ કપ 2023 દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. 14 ઓક્ટોબરે યોજાનાર આ મહાસંગ્રામની ટિકિટનું વેચાણ હજુ શરૂ થયું નથી. પરંતુ તેમ છતાં ત્યાં હોટલનું ભાડું લાખોમાં પહોંચી ગયું છે.

ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કરનો અર્થ તમને અમદાવાદની તાજેતરની પરિસ્થિતિ પરથી મળી શકે છે, જ્યાં તમામ વસ્તુઓના ભાડાઓ વધી રહ્યા છે. હોટેલનો રૂમ હોય કે ફ્લાઇટની ટિકિટ હોય, તમામના ભાવ આસમાને પહોંચ્યા છે.

ODI વર્લ્ડ કપનું અંતિમ શેડ્યૂલ આવ્યું ત્યારથી અમદાવાદમાં હોટેલ બુકિંગમાં તેજી આવી છે. શહેરમાં મોંઘવારી આસમાનને આંબી રહી છે. દરેક વસ્તુના ભાવ વધી ગયા છે. ત્રણથી ફાઇવ સ્ટાર હોટલનું ભાડું 20 હજારથી 2.5 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

હાલ ટિકિટનું વેચાણ શરુ નથી થયુ, ત્યારે અમદાવાદથી 100 કિલોમીટર સુધીના વિસ્તારમાં પણ 14 ઓક્ટોબરના દિવસે હોટલ રુમ બુક કરાવવો મુશ્કેલ બની રહ્યો છે.

હોટેલ એસોસિએશનનું કહેવું છે કે પ્રેસિડેન્ટ સ્યૂટનું બુકિંગ લગભગ એક લાખ રૂપિયાથી લઈને અઢી લાખ રૂપિયા સુધી થઈ રહ્યું છે. જ્યારે ટિકિટનું વેચાણ શરૂ થશે, ત્યારે અમદાવાદના 100 કિલોમીટરના વિસ્તારમાં પણ હોટલ ઉપલબ્ધ રહેશે નહીં. સ્થિતિ એવી થશે કે તમામ નાની-મોટી હોટેલો, ફ્લેટ પણ બુક થઈ જશે. હોટલ અને ફ્લાઇટ ટિકિટમાં પણ 13 થી 15 ઓક્ટોબર વચ્ચે 5 ગણો વધારો જોવા મળશે.

તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023ની ટિકિટોનું વેચાણ 25 ઓગસ્ટથી શરૂ થશે. ટિકિટ 3 જુદા જુદા તબક્કામાં ઉપલબ્ધ થશે. અમદાવાદમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ 3 સપ્ટેમ્બરે ઉપલબ્ધ થશે.


Spread the love

Related posts

રવિન્દ્ર જાડેજાને ટક્કર મારવા આવી રહ્યો છે તેના જ ગામનો ક્રિકેટર, રણજી ટ્રોફીમાં 1-2 નહિ પરંતુ 10 વિકેટ લીધી

Team News Updates

IPL 2025 પહેલા મોટું અપડેટ રોહિત બાદ હવે આ ચેમ્પિયન કેપ્ટન પણ ગુમાવશે કપ્તાની!

Team News Updates

WTC ફાઈનલ…IND Vs AUS ત્રીજો દિવસ:લંચ પછી તરત જ ભારતને ફટકો, ગ્રીનના ડાઇવિંગ કેચના લીધે રહાણે આઉટ

Team News Updates