ગોંડલ નગરપાલિકા મા ખાલી પડેલ જગ્યાઓ ભરવાની માંગ સાથે અપાયું આવેદન

0
90

ગોંડલ યુવા કૉંગ્રેસ દ્વરા ગોંડલ નગરપાલિકા ના અધિકારીને ને આવેદન આપી માંગ કરવામા આવી હતી કે હાલ ગોંડલ નગરપાલિકા મા ૩૫૦ થી વધુ કર્મચારીઓ ની જગ્યાઓ ખાલી પડી છે. ગુજરાત મા બેરોજગારી નો દર સતત વધી રહ્યો છે ત્યારે આટલી મોટી જગ્યાઓ ખાલી હોવા છતા ભરતી કરવામા ન આવતા બેરોજગાર યુવાનો ની સંખ્યા વધી રહી છે તેમજ આટલી મોટી ખાલી જગ્યા સામે કામ નું ભારણ પણ રહેવા પામે છે તો માટે ખાલી પડેલ જગ્યાઓ પર વહેલી તકે ભરતી કરવામાં આવે તેવી યુવા કૉંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, શહેર યુવા કૉંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ બૂટાની, રૂષભભાઇ પરમાર, કુલદીપસિંહ જાડેજા (કેરાળી), મોહિત ભાઈ પાંભર સહિત યુવા આગેવાનો દ્વારા આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here