News Updates
ENTERTAINMENT

IPLમાંથી બહાર 10 ખેલાડીઓ ટીમ ઈન્ડિયાના 

Spread the love

IPL 2025 ઓક્શનમાં જ્યાં એક તરફ રિષભ પંત, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યરને ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં 20 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી, તો બીજી તરફ કેટલાક એવા સ્ટાર ખેલાડીઓ પણ હતા જેમને કોઈ ખરીદનાર ન મળ્યો. આશ્ચર્યજનક વાત એ છે કે આ બધા ટીમ ઈન્ડિયા તરફથી નેશનલ ટીમમાં રમી ચૂક્યા છે અને ક્રિકેટજગતના બહુચર્ચિત ખેલાડીઓ છે. અમે તમને ટીમ ઈન્ડિયાના એવા 10 ખેલાડીઓ વિશે જણાવીએ જે IPL ઓક્શનમાં વેચાયા ન હતા.

IPLની હરાજીમાં સૌથી ચર્ચિત ખેલાડી જે વેચાયો નહીં તે પૃથ્વી શો હતો. આ ખેલાડી લાંબા સમયથી દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો, પરંતુ છેલ્લી કેટલીક સિઝનમાં તેનું ખરાબ પ્રદર્શન અને નબળી ફિટનેસ આ ઓક્શનમાં તેને ભારે પડી હતી અને કોઈ ટીમી તેના પર બોલી ન લગાવી.

માત્ર શો જ નહીં, સરફરાઝ ખાનને પણ IPLમાં કોઈ ખરીદનાર મળ્યો નથી. સરફરાઝે 2021થી IPL રમી નથી. આ ટૂર્નામેન્ટમાં તેણે 40 મેચમાં 23.21ની એવરેજથી 441 રન બનાવ્યા છે. એવું લાગી રહ્યું છે કે સરફરાઝને ટેસ્ટ બેટ્સમેનનું લેબલ લાગી ગયું છે.

શાર્દુલ ઠાકુર ગત સિઝન સુધી CSKમાં હતો પરંતુ આ વખતે તેને કોઈ ખરીદનાર મળ્યો નથી. આ બીજી વખત છે જ્યારે 2015થી IPLમાં રમી રહેલા શાર્દુલને કોઈ ટીમે ખરીદ્યો નથી. શાર્દુલ વર્ષ 2016માં પણ IPLમાં રમ્યો ન હતો. ગત સિઝનમાં શાર્દુલ 9 મેચમાં માત્ર 5 વિકેટ જ લઈ શક્યો હતો, જેના કારણે તેને આ વર્ષે કોઈ ખરીદનાર મળ્યો નથી.

IPLમાં ગયા વર્ષે ગુજરાત ટાઈટન્સ તરફથી રમી ચૂકેલા ઉમેશ યાદવને આ વખતે કોઈ ખરીદનાર મળ્યો નથી. ગયા વર્ષે ઉમેશે ગુજરાત માટે 8 વિકેટ લીધી હતી. IPL કારકિર્દીમાં તેણે 144 વિકેટ ઝડપી છે પરંતુ આ વખતે તેને કોઈ ટીમે ખરીદ્યો નથી.

નવદીપ સૈની, શિવમ માવી, ચેતન સાકરિયા, સંદીપ વોરિયરને પણ કોઈ ખરીદનાર મળ્યો નથી. આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયા તરફથી પણ રમી ચૂક્યા છે. કૃષ્ણપ્પા ગૌતમને ઓલરાઉન્ડરમાં કોઈ ખરીદનાર મળ્યો ન હતો. વિકેટકીપર કેએસ ભરત પર કોઈએ દાવ લગાવ્યો નહીં.


Spread the love

Related posts

વેસ્ટ ઈન્ડિઝમાં ટીમ ઈન્ડિયા બીચ પર વોલીબોલ રમી:રોહિત-વિરાટ બાર્બાડોસ પહોંચ્યા, 2 ટેસ્ટ મેચની સિરીઝ પહેલા એક અઠવાડિયાનો પ્રેક્ટિસ કેમ્પ

Team News Updates

રણબીર કપૂરને EDનું તેડું, 6 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો

Team News Updates

ધોની બ્રિગેડ આજે પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી શકે:ચેન્નાઈની શાનદાર શરૂઆત, મોઈન અલીએ ડેન્જરસ કાઇલ મેયર્સને આઉટ કર્યો

Team News Updates