આમ્રપાલી બ્રિજ ફેબ્રુઆરીમાં, લક્ષ્મીનગર બ્રિજ જૂનમાં પૂર્ણ થશે

0
64
  • સાઇટ વિઝિટ કરતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ: ઝડપભેર કામગીરી પૂર્ણ કરવા કોન્ટ્રાકટર એજન્સીઓને આદેશ


રાજકોટ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ આજે બ્રિજ પ્રોજેકટની સાઇટ વિઝીટ કરી હતી જેના અંતે આમ્રપાલી બ્રિજનું કામ ફેબ્રુઆરીમાં અને લક્ષ્મીનગર બ્રિજનું કામ જુનમાં પૂર્ણ થશે તેવો અંદાજ તેમણે વ્યકત કર્યો હતો.


લક્ષ્મીનગર રેલ્વે અન્ડરબ્રીજ અને આમ્રપાલી રેલ્વે ફાટક ખાતેના અન્ડરબ્રીજ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી સમયસર અને ઝડપી પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આજે બંને સ્થળોની મુલાકાત લઇ કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. કોરોનાકાળ સમયમાં પણ અન્ય કામગીરીને વેગ મળે અને ચાલુ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા અંગે સુચના આપી હતી. આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ લક્ષ્મીનગર રેલ્વે અન્ડરબ્રીજ, આમ્રપાલી ફાટક – રૈયા રોડ ખાતેના ચાલુ પ્રોજેક્ટની મુલાકાત કરી હતી. જેમાં મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, પી.એ. (ટેક.) ટુ રસિક રૈયાણી, સિટી એન્જી. કે.એસ.ગોહેલ, એચ. એમ. કોટક, ડે. એક્સી. એન્જી. કુંતેશ મહેતા, પટેલીયા, મહેશ જોષી, આસી. એન્જી. ધીરેન કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.   


લક્ષ્મીનગર રેલ્વે અન્ડરબ્રીજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર જણાવ્યું હતું કે, કાલાવડ રોડ રેલ્વે અન્ડરબ્રીજ જેવો જ આ લક્ષ્મીનગર રેલ્વે અન્ડરબ્રીજ બનાવવામાં આવશે. જેમાં સાયકલ ટ્રેક, પેડેસ્ટલ ટ્રેક, લાઈટીંગ, 7.5 મીટરનો કેરેજ-વે જેવી સુવિધાઓ કરવામાં આવશે. જે અંદાજીત 20 કરોડમાં બનાવવામાં આવી રહ્યો છે અને આ પ્રોજેક્ટ પર કામગીરી કરનાર જય જવાન ક્ધસ્ટ્રકશન કંપ્નીને જુન-2021 સુધીમાં અન્ડરબ્રીજની કામગીરી પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી હતી. ઉપરાંત સંપૂર્ણ પ્રોજેક્ટનો પ્રોગ્રેસ રીવ્યુ રીપોર્ટ નિહાળ્યો હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી.


આમ્રપાલી રેલ્વે અન્ડરબ્રીજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરએ સંપૂર્ણ પ્રોજેક્ટની ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ કામગીરી અંગેનો પ્રોગ્રેસીવ રીપોર્ટ પણ નિહાળ્યો હતો. આ અન્ડરબ્રીજમાં બંને બાજુ 4.5 મીટર સર્વિસ રોડ, 6.60 મીટરનો બંને બાજુ બોક્સની અંદર કેરેજ-વે, 6.75 મીટરનો બોક્સની બહાર બોક્સને જોડતો કેરેજ-વે તેમજ વૈશાલીનગર-1 (શાક માર્કેટ તરફ) થી ચુડાસમા મેઈન રોડ(એરપોર્ટ રોડ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધા, કિશાનપરા (આરએમસી સોસાયટી) તરફથી શ્રેયસ સોસાયટી (રેસકોર્ષ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જે અંદાજીત 21 કરોડમાં બનાવવામાં આવી રહ્યો છે અને ફેબ્રુઆરી-2021 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here