News Updates
NATIONAL

શ્રીગણેશ:PM મોદી નવા સંસદભવન પર 17 સપ્ટેમ્બરે તિરંગો ફરકાવશે

Spread the love

17મીએ વિશ્વકર્મા પૂજા, PMનો જન્મદિવસ પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18થી 22 સપ્ટેમ્બર સુધી યોજાનારા સંસદના વિશેષ સત્ર પહેલાં 17 સપ્ટેમ્બરે નવા સંસદભવન પર તિરંગો ફરકાવશે. નવા સંસદભવનનું ઉદઘાટન 28 મેના રોજ થયું હતું પરંતુ તેમાં કામ હજુ શરૂ થયું નથી. નવા ભવનને સત્તાવાર રીતે સંચાલિત કરવા માટે કોઈ પણ અન્ય સરકારી ઈમારતની જેમ તેના પર પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકતો હોવો જોઈએ. આ સમારંભ 17 સપ્ટેમ્બરે થશે. એ દિવસે યોગાનુયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે. એ દિવસ વિશ્વકર્મા પૂજા યોજાશે. સૂત્રોના મતે, તિરંગો ફરકાવ્યા પછી જ સંસદમાં કામકાજ શરૂ થઈ શકશે કારણ કે ફ્લેગ કોડ પ્રમાણે કોઈ પણ સરકારી ઈમારતને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યા પછી જ સત્તાવાર દરજ્જો મળે છે.

સંસદના વિશેષ સત્રને સંયુક્ત આયોજન નામ અપાઈ શકે છે
સંસદના નવા ભવનમાં પ્રવેશનું મુહૂર્ત 19 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે છે. વિધિવત્ કામકાજની શરૂઆત માટે બંને સદનના સભ્ય એ દિવસે ત્યાં એકસાથે હાજર રહેશે. આ વિશેષ સત્રને ‘સંયુક્ત અધિવેશન’ના બદલે ‘સંયુક્ત આયોજન’ એવું નામ અપાઈ શકે છે. આ આયોજનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ હાજર રહે તેવી પણ શક્યતા છે. તેને રાષ્ટ્રપતિની ગરિમામય હાજરી નામ અપાશે.

વિશેષ સત્રનો એજન્ડા જાહેર
કેન્દ્ર સરકારે સંસદના વિશેષ સત્ર અંગેનો એજન્ડા જાહેર કર્યો છે. વિશેષ સત્રમાં 4 વિધેયક રજૂ કરાશે. એજન્ડા અનુસાર પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભામાં સંસદની 75 વર્ષની યાત્રા અંગે ચર્ચા કરાશે. રાજ્યસભામાં 3 ઑગસ્ટે રજૂ કરાયેલા ધ એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2023 અને ધ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પીરિઓડિકલ્સ બિલ, 2023ને લોકસભામાં રજૂ કરાશે. બીજી તરફ રાજ્યસભામાં 10 ઑગસ્ટે ધ પોસ્ટ ઑફિસ બિલ, 2023 અને ધ ચીફ ઇલેક્શન કમિશનર એન્ડ અધર ઇલેક્શન કમિશનર્સ (એપૉઇન્ટમેન્ટ, કન્ડિશન્સ ઓફ સર્વિસ એન્ડ ટર્મ ઓફ ઑફિસ) બિલ, 2023 રજૂ કરાયાં હતાં.


Spread the love

Related posts

આલ્કોહોલ પ્રેમીઓ માટે સારા સમાચાર! હવે તમે દિલ્હી મેટ્રોમાં દારૂની બોટલો લઈ જઈ શકશો

Team News Updates

400ને પાર મૃત્યુઆંક થયો સર્ચ ઓપરેશન ચાલુ વાયનાડમાં ભૂસ્ખલનમાં ; 181 મૃતદેહના માત્ર ટુકડા જ મળ્યા, હજુ પણ 180 લોકો ગુમ, 8મા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ

Team News Updates

વિદેશમાં બેઠાં-બેઠાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણો:પશ્ચિમ ભારતની પહેલી યુનિવર્સિટી, જે ઓનલાઇન કોર્સ ભણાવશે, 1 જૂન પહેલાં એડમિશન પ્રક્રિયા શરૂ

Team News Updates