જીતોનું કોવિડ ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ

0
94

કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતા જૈન બંધુઓ માટે રાહત દરે ‘જીતો કોવિડ ક્વોરન્ટાઈન સેન્ટર’ નામી રેસિડેન્સી, વીએસ હોસ્પિટલ મેઈન ગેટ સામે અમદાવાદમાં પ્રારંભ કરાયો છે.

ક્વોરેન્ટાઇન સેન્ટર અંગે માહિતી આપતા ચેરમેન અમિત જૈને જણાવ્યું કે આ સેન્ટરમાં જૈન ફૂડ, રોગપ્રતિકાર શક્તિવર્ધક ઉકાળા, હળદળવાળું દૂધ, 24 કલાક નર્સિંગ સ્ટાફ વગેરે સગવડો ઉપલબ્ધ રહેશે. વધુમાં તેમણે જૈન ડૉક્ટર ફેડરેશન તથા ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટનો પણ સહકાર બદલ આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here