સુશાંત સિંહ રાજપૂતના કેસ બાદ પૂરું બોલીવૂડ ચર્ચામાં આવી ગયું છે. અને વારમ વાર અભિનેતા અને અભીનૈત્રીઓ ચર્ચા માં આવી રહ્યા છે. ત્યારે કંગના રનૌત અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્વવ ઠાકર ફરી એક વાર આમને સામને આવી ચુક્યા છે. જેમાં કંગના પર ઉદ્વવ ઠાકરે કરેલી કમેન્ટનો કંગનાએ મુહ તોડ જવાબ આપ્યો હતો.
મહારાષ્ટ્રના સીએમએ રવિવારે દશેરા રેલીમાં કંગનાના POKવાળા નિવેદનને સંબોધતા કહ્યું હતુ કે, કેટલાક લોકો ડ્રગ્સની વાત કરીને અમને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.ત્યારે કંગનાએ મુહ તોડ જવાબ આપતા કહ્યું હતું, કે પબ્લિક સર્વન્ટ થઇને આવા તુચ્છ ઝઘડામાં સામેલ થાઓ છો અને ગંદી રાજનીતિ કરી રહ્યાં છો. આવી ઘણી ટ્વિટ કરીને કંગનાએ ઉદ્ધવને આડેહાથ લીધો હતો તો સાથે સાથે તેમણે આમિરખાનને પણ આડેહાથ લેતા લખ્યું કે, જેવી રીતે રાણી લક્ષ્મીબાઇનો કિલ્લો તોડવામાં આવ્યો હતો તે જ રીતે મારી ઑફિસને પણ તોડવામાં આવી , અને સાવરકરજીની જેમ મને પણ વિદ્રોહ માટે જેલમાં નાંખવામની સંપૂર્ણ કોશિશ થઇ રહી છે. આમ ફરી એક વાર અભીનૈત્રી કંગના અને મહારાષ્ટ્રના સીએમ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.